ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

સિગરેટ વિવાદ બાદ સલમાન ખાને છોડ્યો Bigg Boss શો..., જાણો શું છે સચ્ચાઈ

સલમાન ખાનનો રિયાલિટી શો Bigg Boss OTT 2 લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જોકે, આ શો તાજેતરમાં એક મોટા વિવાદમાં હોવાનું સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન આ શો હોસ્ટ કરતા દરમિયાન હાથમાં સિગરેટ રાખી હોવાની...
03:37 PM Jul 18, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

સલમાન ખાનનો રિયાલિટી શો Bigg Boss OTT 2 લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જોકે, આ શો તાજેતરમાં એક મોટા વિવાદમાં હોવાનું સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન આ શો હોસ્ટ કરતા દરમિયાન હાથમાં સિગરેટ રાખી હોવાની તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરો સામે આવ્યા બાદ ઘણી નવી અફવાઓનું બજાર ગરમ થયું છે. શું છે આ અફવાઓ આવો જાણીએ...

સલમાન ખાન છોડશે શો?

Bigg Boss OTT 2 સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે, જે વીકેન્ડ કા વારમાં સ્પર્ધકોની ક્લાસ લેતા જોવા મળતો હોય છે. પરંતુ તાજતેરમાં વીકેન્ડ કા વારમાંથી સલમાનની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તેના હાથમાં સિગરેટ દેખાઈ રહી હતી. આ તસવીર સોશિય મીડિયામાં એટલી વાયરલ થઇ છે કે હવે સાંભળવા મળી રહ્યું છે કે આ કારણે સલમાન ખાન શો છોડી દેશે. ચર્ચા એ પણ છે કે મેકર્સની આ ભૂલથી નારાજ સલમાને શોમાં આવવાની ના પાડી દીધી છે. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે આવો જાણીએ.

અફવાઓ વચ્ચે જાણો શું છે સચ્ચાઈ

આપને જણાવી દઇએ કે, બિગ બોસ હાઉસમાં ખુલ્લેઆમ સિગારેટ પીવાની મનાઈ છે. જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ ઝોનની બહાર ધૂમ્રપાન કરે છે, તો તેને બિગ બોસ તરફથી ચેતવણી અને સલમાન તરફથી ઠપકો મળે છે. પરંતુ તાજેતરમાં સલમાનના હાથમાં સિગારેટ હોવાની તસવીરો સામે આવ્યા બાદ સલમાનની શો છોડવાની અફવાઓએ જોર પકડ્યું છે. જોકે, સલમાનના નજીકના સૂત્રોનું કહેવું છે કે આવા તમામ અહેવાલો ખોટા છે. વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓને કારણે સલમાન શોમાં આવી શક્યો ન હતો. તે ટૂંક સમયમાં પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જ્યારે સલમાનના હાથમાં સિગરેટ પકડેલી તસવીર વાયરલ થઈ હતી, ત્યારે ભાઈજાન પર સવાલો ઉઠ્યા હતા કે- સલમાન કહી રહ્યો હતો કે તે OTT પર નિયમ નહીં તોડવા દે, અહીં તે પોતે જ નિયમ તોડી રહ્યો છે. આવી સ્થિતિમાં, સલમાન આગામી અઠવાડિયામાં સ્ક્રીન પર દેખાયો નહીં, ત્યારબાદ અફવાઓ શરૂ થઈ કે કદાચ સલમાને શો છોડી દીધો છે.

આ પણ વાંચો - Bigg Boss માં જેદ હદીદે વટાવી તમામ હદ, શો માં બેબીકા સામે દલીલ દરમિયાન ઉતાર્યું પેન્ટ

આ પણ વાંચો - Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bigg Boss OTT 2Bigg Boss Showbigg-bosscigarette controversysalman khanSalman Khan left the Bigg Boss show