ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sahil Khan Arrested: સાહિલ ખાનને કોર્ટમાં પણ નિરાશોનો સામનો કરવો પડ્યો, જાણો કોર્ટે શું કહ્યું?

Sahil Khan Arrested: મુંબઈ પોલીસે મહાદેવ સટ્ટાબાજી (Mahadev Batting App) કેસમાં વધુ એક મુખ્ય આરોપી અને દેશ-વિદેશ સુધી પ્રખ્યાત વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) છત્તીસગઢમાં ભૂતકાળમાં વ્યવસાયિક ધોરણે અભિનેતા અને હાલમાં, ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતા સાહિલ...
04:23 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
Sahil Khan Arrested

Sahil Khan Arrested: મુંબઈ પોલીસે મહાદેવ સટ્ટાબાજી (Mahadev Batting App) કેસમાં વધુ એક મુખ્ય આરોપી અને દેશ-વિદેશ સુધી પ્રખ્યાત વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) છત્તીસગઢમાં ભૂતકાળમાં વ્યવસાયિક ધોરણે અભિનેતા અને હાલમાં, ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. કારણ કે... મહાદેવ સટ્ટાબાજી એપ (Mahadev Batting App) પર સાહિલ ખાને (Sahil Khan) સાહિલ ખાન ધ લાયન નામની એકાઉન્ટ બનાવ્યું હતું. તે ઉપરાંત તે એપના વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે જોવા મળતો હતો.

હાલમાં, Mumbai Police ની કસ્ટડીમાં Sahil Khan સાથે એપને લઈ પૂછતાછ કરવામાં આવી રહી છે. તેનો પાસપોર્ટ જપ્ત કરીને તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જોકે FIR માં કોઈ ચોક્કસ પુરાવા સાથે આરોપ દાખલ કરવામાં આવ્યો નથી. જોકે આ મામલે Sahil Khan ને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેની અરજીને નામંજૂર કરવામાં આવી હતી. તેની સાથે Mumbai Police ને Sahil Khan ને 4 દિવસ કસ્ટડીમાં રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો?

એપ દ્વારા ખાન સાથે 22 મહિનાનો કરાર કરાયો હતો

જોકે Mumbai Police તપાસ કોર્ટમાં રજૂ કરતા સામે આવ્યું હતું કે, Mumbai Police તપાસ દરમિયાન Sahil Khan ની મહાદેવ સટ્ટાબાજી એપ પર કોઈ મુખ્ય ભૂમિકા નોંધાયી નથી. તેમ છતાં તેના તમામ બેંક એકાઉન્ટ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત Mumbai Police પૂછતાછમાં Sahil Khan નો સંપૂર્ણ સહયોગ જોવા મળ્યો હતો. તો એપમાં કરેલા કરાર આધારિત તેને દર મહિને 3 લાખ આપવાની માહિતી સામે આવી હતી. આ કરારની સમયમર્યાદા 22 મહિનાની હતી.

આ પણ વાંચો:  રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી મામલે રોચક વળાંક

કુલ 15 હજાર કરોડની છેતરપિંડી સામે આવી છે

જોકે Mumbai Police એ મહાદેવ સટ્ટાબાજી કેસમાં બેટિંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ Sahil Khan બીજો વ્યક્તિ છે, જેની ધરપકડ કરવામાં આવી હોય. જોકે આ સંપૂર્ણ કાર્યવાહી મુંબઈ પોલીસની SIT ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જે મહાદેવ સટ્ટાબાજી એપની આડમાં રિયલ એસ્ટેડ કંપની સાથે થયેલા ગેરકાનૂની વ્યવહારોને જાહેર કરશે. આ વ્યવહારો આશકે કુલ 15 હજાર કરોડ સુધીનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: કનૈયા કુમારને ઉમેદવાર બનાવતા દિલ્હી કોંગ્રેસ પ્રમુખનું પાર્ટીને ટાટા બાય-બાય

Tags :
ActorFitness trainergamblingGujaratFirstMahadev Batting AppNationalSahil KhanSahil Khan Arrested
Next Article