Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડએ ભારત દેશની ફિલ્મોથી અલગ છાપ ઉભી કરી: Rishab Shetty

ફિલ્મ કાંતારા સાથે ઋષભ શેટ્ટી બન્યા ટ્રોલિંગનો ભોગ ફિલ્મ કાંતારમાં મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના દ્રશ્યો ફિલ્મના દ્રશ્યોને શેર કરીને તેમની ટીકા કરી Rishab Shetty Trolling: અભિનેતા ઋષભ શેટ્ટીએ કાંતારાની રિલીઝ બાદ પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. કારણ...
બોલિવૂડએ ભારત દેશની ફિલ્મોથી અલગ છાપ ઉભી કરી  rishab shetty
  • ફિલ્મ કાંતારા સાથે ઋષભ શેટ્ટી બન્યા ટ્રોલિંગનો ભોગ

  • ફિલ્મ કાંતારમાં મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના દ્રશ્યો

  • ફિલ્મના દ્રશ્યોને શેર કરીને તેમની ટીકા કરી

Rishab Shetty Trolling: અભિનેતા ઋષભ શેટ્ટીએ કાંતારાની રિલીઝ બાદ પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. કારણ કે... ભારતના માત્ર દક્ષિણ સિનેમા જગત ઉપરાંત ભારતના દરેક ખૂણે Rishab Shetty એ નામના મેળવી છે. વર્ષ 2022 માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ કાંતારાએ દરેક લોકોના મગજમાં સિનેમાને લઈ એક અલગ ઓળખ ઉભી કરી છે. જોકે કાંતારામાં નિર્દેશક તરીકે પણ Rishab Shetty એ જ ભૂમિકા નિભાવી હતી. ત્યારે આ ફિલ્મને ઘણા પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવી છે.

Advertisement

ફિલ્મ કાંતારા સાથે Rishbh Shetty બન્યા ટ્રોલિંગનો ભોગ

ફિલ્મ કાંતારાને આ વર્ષે અનેક રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. તે ઉપરાંત Rishab Shetty ને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. પરંતુ Rishab Shetty ની ફિલ્મ અને તેમને મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર બાદ તેમણે અનેક લોકો સાથે ઈન્ટરવ્યૂ કર્યો હતો. તો તેમના એક ઈન્ટરવ્યૂમાં તેમણે હિન્દી સિનેમા જગતને લઈ એક કટાક્ષ કર્યો છે. જેના કારણે Rishab Shetty ને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. એક વાર્તાલાપ દરમિયાન Rishab Shetty એ હિન્દી સિનેમાને ભારતે ફિલ્મોમાં અલગ રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: કડકડાટ અંગ્રેજી બોલતી અભિનેત્રીઓ અંગ્રેજી વર્ણમાળામાં ધૂળ ખાય ગઈ

Advertisement

ફિલ્મ કાંતારમાં મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના દ્રશ્યો

જોકે Rishab Shetty તેમની આગામી ફિલ્મ લાફિંગ બુદ્ધાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં મુખ્ય કિરદાર તરીકે પ્રમોટ શેટ્ટી છે. ત્યારે આ પ્રમોશન દરમિયાન તેમણે બોલીવૂડને લઈ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે Rishab Shetty એ મેટ્રો સાગામાં ઈન્ટરવ્યૂ આપતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ કાર્યક્રમોમાં બોલિવૂડ દ્વારા ભારતના ચિત્રણ પર નિરાશા વ્યક્ત કરી. તેમણે કન્નડમાં કહ્યું છે કે, ભારતીય ફિલ્મોમાં ખાસ કરીને બોલીવૂડએ ભારતની એક અલગ છાપ ઉભી કરી છે. ત્યારબાદ Rishab Shetty ના આ વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

ફિલ્મના દ્રશ્યોને શેર કરીને તેમની ટીકા કરી

ત્યારે અમુક વ્યક્તિએ તેમને ફિલ્મ કાંતારાના એક દ્રશ્યને ધ્યાનમાં રાખીને હિપોક્રેટ કહ્યા છે. કારણ કે... કાંતારામાં એક સિન દરમિયા મહિલાની અનુમતિ વગર ફિલ્મનું મુખ્ય પુરુષ કિરદાર મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. ત્યારે આ સીનને લઈ દરેક લોકો Rishab Shetty ને ટ્રોલ કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક લોકો ફિલ્મના વિવિધ દ્રશ્યોને સોશિયલ મીડિયા પર શેર કરીને તેમની ટીકા કરી છે.

આ પણ વાંચો: કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

Tags :
Advertisement

.