Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

REEL ની ઘેલછાએ INSTAGRAM ની આ TRAVEL VLOGGER નો લીધો જીવ

INSTAGRAM ની લોકપ્રિય TRAVEL INFLUENCER માંથી એક મનાતી એવી અન્વી કામદારનું મોત થયું છે. તેના મોતની ઘટના સામે આવ્યા બાદ તેમના FOLLOWERS અને તેમને પસંદ કરનારા લોકો સૌ સદમામાં છે. સૌના મનમાં એક જ વાત છે કે, આ ઘટના બની...
01:59 PM Jul 18, 2024 IST | Harsh Bhatt

INSTAGRAM ની લોકપ્રિય TRAVEL INFLUENCER માંથી એક મનાતી એવી અન્વી કામદારનું મોત થયું છે. તેના મોતની ઘટના સામે આવ્યા બાદ તેમના FOLLOWERS અને તેમને પસંદ કરનારા લોકો સૌ સદમામાં છે. સૌના મનમાં એક જ વાત છે કે, આ ઘટના બની તો બની કેવી રીતે. સમગ્ર ઘટના એમ છે કે, અન્વી મહારાષ્ટ્રના રાયગઢ પાસે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી, જેના પછી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતીના અનુસાર, તેમનું મૃત્યુ રીલ બનાવતા દરમિયાન થયું હતું. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

કેવી રીતે ગયો TRAVEL VLOGGER અન્વીનો જીવ

સોશિયલ મીડિયા ઉપર લોકોને VLOGS જોવા ઘણા પસંદ હોય છે. તેમાં પણ TRAVEL VLOGGER ના વિડિયો ઘણા લોકપ્રિય બનતા હોય છે. તેવામાં સોશિયલ મીડિયાના લોકપ્રિય TRAVEL VLOGGER માંથી એક અન્વી કામદારનું અચાનક જ મોત થતાં તે ચર્ચાનો વિષય બન્યું છે. તમને જણાવી દઈએ કે અન્વી 16 જુલાઈના રોજ તેના 7 મિત્રો સાથે ધોધ જોવા માટે ઘરથી નીકળી હતી. સવારે 10.30 વાગ્યાની આસપાસ અન્વીએ ધોધ પાસે પોતાનો વીડિયો શૂટ કરવાનું કહ્યું હતું. તેણી રાયગઢમાં કુંભે ધોધની નજીક એક નાના સ્પાઇક પર ગઈ અને તેણીના સોશિયલ મીડિયા માટે રીલનું શૂટિંગ શરૂ કર્યું. ત્યારે અચાનક અન્વીનો પગ લપસી જતાં તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી.

પ્રવાસીઓને અપાયું આ ખાસ સૂચન

 

આ અકસ્માતની ઘટના બન્યા બાદ તરત જ RESCUE ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અન્વીને ત્યાંથી બચાવીને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે આવી દુર્ઘટના સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ તમામ પ્રવાસીઓને આવા સ્થળોની મુલાકાત લેતી વખતે ખૂબ કાળજી રાખવાની અપીલ કરી છે. પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા તમામ પ્રવાસીઓએ જોખમી વર્તન ટાળવું જોઈએ.

આ પણ વાંચો : Most Jealous wife: આ છે દુનિયાની સૌથી વધુ શંકા કરતી પત્ની, પતિ માટે ઘરમાં રાખ્યું lie detector test

Tags :
ANVI KAMDARANVI KAMDAR DEATHANVI KAMDAR DEATH REASONDEATH NEWSInstagramMaharashtrasocial media influencersSudden death
Next Article