પપ્પા બનતા પહેલા રણવીર સિંહ અને સસરા વચ્ચે શરું થયા મતભેદો!
બેડમિન્ટન સ્ટાર Lakshya Sen મેડલ મેળવવા અસફળ
Prakash Padukone એ લક્ષ્ય સેનને નિશાન બનાવી રહ્યા છે
Ranveer એ Lakshya Sen ના વખાણ કર્યા
Ranveer Singh Viral Post: બોલિવૂડ એક્ટર Ranveer Singh ની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને તેના સસરા એટલે કે દીપિકા પાદુકોણના પિતા Prakash Padukone સાથે જોડવામાં આવી રહી છે. તાજેતરમાં Prakash Padukone એ જેનો વિરોધ કર્યો હતો. તેની તરફેણમાં રણવિર સહિં આવ્યો છે. ત્યારે એવું લાગે છે જમાઈ Ranveer Singh અને સસરા Prakash Padukone સામસામે આવી ગયા છે. તો ચાલો જાણીએ બંને વચ્ચે કઈ બાબતે વિવાધ થયો છે.
બેડમિન્ટન સ્ટાર Lakshya Sen મેડલ મેળવવા અસફળ રહ્યો
ઉલ્લેખનીય છે કે, Prakash Padukone એક પ્રોફેશનલ કોચ છે અને તેણે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારતીય બેડમિન્ટન સ્ટાર Lakshya Sen ને મેડલ ગુમાવવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દરેકને આશા હતી કે લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવશે. પરંતુ તે મલેશિયાના લી જી જિયા સામે ટકી શક્યો નહીં અને હારી ગયો. Lakshya Sen ની આ હાર પર કોચ Prakash Padukone ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાના નિવેદનમાં તેમના પર નિશાન સાધ્યું. કોચનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓએ હારની જવાબદારી લેવી જોઈએ. તમે દરેક વખતે ફેડરેશન અથવા સરકારને દોષી ઠેરવી શકતા નથી.
આ પણ વાંચો:Nataša Stanković ના મનપસંદ પુરુષ પર મલાઈકા અરોરાનું આવ્યું દિલ!
Prakash Padukone લક્ષ્યને નિશાન બનાવી રહ્યા છે
ફેડરેશન જે કરી શકે છે તે કરી રહ્યું છે, તે જે પણ પ્રદાન કરી શકે છે, તે કરે છે. પરંતુ હવે ખેલાડીઓનો વિચાર કરવાનો સમય આવ્યો છે કે શું તેઓએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમનું આ નિવેદન Lakshya Sen ની હાર બાદ આવ્યું છે. તે જ સમયે તેના સસરાનું આ નિવેદન સાંભળ્યા પછી, Ranveer Singh કંઈક એવું પોસ્ટ કર્યું જે લાગે છે કે તે તેની સાથે સહમત નથી. એક તરફ Prakash Padukone લક્ષ્ય સેનને નિશાન બનાવી રહ્યા છે અને રણવીર તેને સપોર્ટ કરી રહ્યો છે.
Ranveer એ Lakshya Sen ના વખાણ કર્યા
Ranveer Singh સોશિયલ મીડિયા પર Lakshya Senના વખાણ કર્યા છે. અભિનેતાએ લખ્યું છે, શું ખેલાડી છે! શું સહનશક્તિ, શું ચપળતા, શું શોટ મારવાની કળા, શું એકગ્રતા, શું ધીરજ, શું બુદ્ધિ છે. શ્રેષ્ટ બેડમિન્ટન પ્રદર્શન! ઓલિમ્પિકમાં તે કેટલો તેજસ્વી રહ્યો છે તે સમજાવવું મુશ્કેલ છે. એક ગેમમાં ખૂબ જ નજીવા માર્જિનથી હાર્યો છે. પરંતુ તે માત્ર 22 વર્ષનો છે અને તેણે હમણાં જ શરૂઆત કરી છે. તારા પર ગર્વ છે, સ્ટારબોય.
આ પણ વાંચો: 1993 માં કરેલી ભૂલને કારણે SANJAY DUTT ને 'SON OF SARDAR 2' માંથી કરાયો બહાર?