Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ramoji Rao :રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા, 87 વર્ષની વયે થયું નિધન

Ramoji Rao : ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)માંથી વહેલી સવારે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેનાથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટી(Ramoji Film City)ના સ્થાપક રામોજી રાવનું નિધન થયું હોવાના અહેવાલ છે. જણાવવામાં...
ramoji rao  રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા  87 વર્ષની વયે થયું નિધન

Ramoji Rao : ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)માંથી વહેલી સવારે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેનાથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટી(Ramoji Film City)ના સ્થાપક રામોજી રાવનું નિધન થયું હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે 87 વર્ષીય રામોજી રાવને શુક્રવારે ખરાબ તબિયતના કારણે હૈદરાબાદ(Hyderabad)ની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન શનિવારે સવારે 3.45 કલાકે તેમનું મોત નીપજ્યું હતું. રામોજી રાવના (Ramoji Rao)પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે રામોજી ફિલ્મ સિટીમાં રાખવામાં આવશે.

Advertisement

કોણ હતા રામોજી રાવ? 

Advertisement

રામોજી રાવ સફળ ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા અને મીડિયા ટાયકૂન હતા. તેઓ તેલુગુ મીડિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેમનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા રામોજી રાવે હૈદરાબાદમાં રામોજી ગ્રુપની સ્થાપના કરી હતી. આ સ્ટુડિયો કુલ કેમ્પસ 1666 એકરમાં ફેલાયેલો છે. રામોજી સ્ટુડિયોની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એક સાથે 15 થી 25 ફિલ્મોનું શૂટિંગ થઈ શકે છે. અહીં કુલ 50 શૂટિંગ ફ્લોર છે. અત્યાર સુધીમાં આ સ્ટુડિયોમાં કુલ 25000 ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી, સિવાય ,ચેન્નઈ એક્સપ્રેસ, સૂર્યવંશમ, દિલવાલે, નાયક, ગોલમાલ જેવી બોલિવૂડ ફિલ્મોનું પણ શૂટિંગ થયું હતું. આ સિવાય પણ અહીં ઘણી સીરિયલનું શૂટિંગ થયું છે.

Advertisement

ચંદ્ર બાબુ નાયડુ હૈદરાબાદ જવા રવાના થયા

મીડિયા (Media)અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રામોજી રાવનું યોગદાન અપાર છે અને તેમના નિધનથી સમગ્ર મનોરંજન સમુદાય માટે મોટી ખોટ છે. હાલમાં તેમના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્ર બાબુ નાયડુ સ્થાપક રામોજી રાવના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપવા માટે હૈદરાબાદ જશે. તેઓ 50 અશોકા રોડ, નવી દિલ્હીથી ટૂંક સમયમાં હૈદરાબાદ જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ રામોજી રાવના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના યોગદાનની પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી છે. તેમના અથાક પ્રયાસોને લીધે, તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા.

આ પણ  વાંચો - Kangana Ranaut Case: કંગનાને થપ્પડ મારનાર મહિલાને આ ગાયક આપશે રોજગારી

આ પણ  વાંચો - Singer Sukhwinder Singh: માત્ર રુ. 2 માં કોઈ પણ ફિલ્મમાં ગીત ગાતા જય હોના મશહુર ગાયક જોવા મળશે

આ પણ  વાંચો - BOLLYWOOD – સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રી નલિની જયવંત

Tags :
Advertisement

.