Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડ્રગ્સના રેકેટમાં ઝડપાયો Rakul Preet Singh નો ભાઈ, કાલે કોર્ટમાં કરાશે રજૂ

બોલીવુડના સેલેબ્રિટીઓના નામ અત્યાર સુધીમાં ઘણી ડ્રગ્સની બાબતમાં સામે આવી ચૂક્યા છે. હવે આ બાબતમાં નવું નામ જોડાયું છે.અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈનું નામ ડ્રગ્સમાં સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સનો...
ડ્રગ્સના રેકેટમાં ઝડપાયો rakul preet singh નો ભાઈ  કાલે કોર્ટમાં કરાશે રજૂ
Advertisement

બોલીવુડના સેલેબ્રિટીઓના નામ અત્યાર સુધીમાં ઘણી ડ્રગ્સની બાબતમાં સામે આવી ચૂક્યા છે. હવે આ બાબતમાં નવું નામ જોડાયું છે.અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈનું નામ ડ્રગ્સમાં સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સનો મુદ્દો ઘણો વધી ગયો હતો ત્યારે તેવા સમયમાં રકુલ પ્રીતનું નામ પણ તેમાં ઉછળ્યુ હતું અને તેને ED નું સમન્સ મોકલવામાં આવ્યું હતું.હવે તેના ભાઈ ઉપર ડ્રગ્સના લીધે સંકટ આવ્યું છે, ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

Rakul Preet Singh ના ભાઈ કોકેઈન રેકેટમાં ઝડપાયા

Advertisement

રકુલપ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહ ડ્રગ્સના કેસમાં ફસાયા છે. હવે સમાચાર છે કે અભિનેત્રીના ભાઈની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલો કોકેઈન રેકેટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.જે વિગતો સામે આવી રહી છે તેના અનુસાર, આજે તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરો એટલે કે TGANB ને માહિતી મળ્યા બાદ,સાયબરાબાદ પોલીસ અને નરસિંઘી પોલીસ સાથે મળીને એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.આ દરોડામાં અમન પ્રીત સિંહ ફસાઈ ગયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

કેસમાં અન્ય 5 લોકોની પણ ધરપકડ કરાઇ

આ બાબતમાં અમન પ્રીત સિંહની સાથે અન્ય 5 ની પણ ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં 13 લોકોની યાદી આવી છે જેમણે ડ્રગ્સ લીધું હતું. 13 લોકોના દવાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હવે પોલીસ ટૂંક સમયમાં રકુલ પ્રીતના ભાઈ અમન પ્રીતને કોર્ટમાં રજૂ કરશે. નોંધનીય છે કે, એન્ટી નાર્કોટિક્સ વિભાગે લગભગ 2.6 કિલો કોકેન જપ્ત કર્યું છે. આ કોકેન હૈદરાબાદમાં વેચવાના ઈરાદાથી લાવવામાં આવ્યું હતું.

અમન પ્રીત સિંહ પણ જોઈ રહ્યો હતો બોલીવુડના સપના

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીત સિંહનો ભાઈ પણ અભિનેતા બનવાના સપના સીવી રહ્યો હતો.હવે આ કેસમાં નામ ઉછળ્યાં બાદ તેના સંઘર્ષમાં વધારો થઈ શકે છે.હવે આ કેસમાં અગાળના સમયમાં શું વિગતો બહાર આવે છે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો : SARFIRA ફિલ્મ જોવા જશો તો ચા-સમોસા સાથે થશે તમારું સ્વાગત, સાથે આ ભેટ પણ મળશે

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Aamir Khan : લાડો,લગ્ને લગ્ને કુંવારો રે..

featured-img
મનોરંજન

તૈયાર થઈ જાવ વર્ષ 2025માં આવનારી ધમાકેદાર એકશન્સથી ભરપૂર 5 હોલીવૂડ બ્લોકબસ્ટર્સ માટે !!!

featured-img
મનોરંજન

Amal Malik:પરિવારથી છેડો ફાડ્યાની ઘટનામાં આવ્યો વળાંક, અમાલ મલિકની માતાએ આપી પ્રતિક્રિયા

featured-img
મનોરંજન

Sneha Desai : IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર -એક ગુજરાતી યુવતી

featured-img
મનોરંજન

Amaal Mallik ની એક ચોંકાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

featured-img
મનોરંજન

Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી

Trending News

.

×