RADHIKA - ANANT WEDDING : રાધિકાના વિદાયમાં સસરા મુકેશ અંબાણી થયા ભાવુક, વિડીયો થયો વાયરલ
RADHIKA - ANANT WEDDING : રાધિકા અને અનંત હવે લગ્ન તાંતણે બંધાઈ ગયા છે અને RADHIKA MERCHANT હવે અંબાણી પરિવારની વહુ બની ચૂકી છે. રાધિકા અને અનંતના લગ્ન 12 મી જુલાઇના રોજ યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, તેમના લગ્નના ભવ્ય ઉત્સવમાં દેશ વિદેશના vvip મહેમાનો આવ્યા હતા. તેમના લગ્નના ફંકશન હજી પણ ચાલી રહ્યા છે ત્યારે હવે તેમના આ ફંકશનની એક ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ભાવુક ક્લિપ રાધિકાના વિદાય સમારંભની છે. ચાલો જાણીએ સમગ્ર બાબત વિશે
મુકેશ અંબાણી પુત્રવધૂની વિદાયમાં થયા ભાવુક
View this post on Instagram
રાધિકા અને અનંતના લગ્નની વિધિઓ ગઇકાલે શુભ આશીર્વાદ નામનો કાર્યક્રમ યોજાયો હતો. હવે આજે રાધિકાની (RADHIKA MERCHANT) વિદાઇનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બધા લોકોની વચ્ચે ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે અને તે દરવાજા તરફ આગળ વધી રહી છે. પછી પંડિતજી રાધિકા મર્ચન્ટના હાથમાં ભગવાનની મૂર્તિ આપે છે અને તે પંડિતજીને પ્રણામ કરે છે, મૂર્તિ લઈને આગળ વધે છે. આ સમય દરમિયાન રાધિકા મર્ચન્ટના ચહેરા પર પોતાનું ઘર અને તેના માતા-પિતાને છોડવાનું દુઃખ દેખાઈ રહ્યું હતું, જ્યારે વરરાજા અનંત અંબાણી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, અનંત અંબાણીના પિતા મુકેશ અંબાણી આ વિડીયોમાં ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે,
રાધિકાના આ વિદાયના વિડીયોમાં એક ખાસ વાત લોકોએ નોંધી છે. જેના કારણે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છે કે, મુકેશ અંબાણી ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. પુત્રવધૂની વિદાય વખતે સસરા રડતા જોવા મળે તેવા દ્રશ્યો સામાન્ય રીતે લગ્નમાં જોવા મળતા નથી. વિડીયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : અનંત-રાધિકાના લગ્નમાં આવ્યા ‘બિન બુલાયે બારાતી’ ; આ YOUTUBER ઝડપાયો!