ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Radhika-Anant Wedding: બોલીવુડ સ્ટાર્સ પર ચઢ્યો અનંત-રાધિકાની હલ્દીનો રંગ

Radhika-Anant Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર શરણાયો વાગવાની છે. અંબાણી પરિવારના લાડકા નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નને હવે માત્ર 3 દિવસ બાકી છે. લગ્નના કાર્યક્રમો પણ ચાલુ છે....
11:24 AM Jul 09, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

Radhika-Anant Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર શરણાયો વાગવાની છે. અંબાણી પરિવારના લાડકા નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નને હવે માત્ર 3 દિવસ બાકી છે. લગ્નના કાર્યક્રમો પણ ચાલુ છે. લગ્ન પહેલાની તમામ વિધિઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારના દરેક સભ્ય આ મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

બોલીવુડ સ્ટાર્સે લીધો ભાગ

લગ્નને હવે માત્ર 3 દિવસ બાકી છે. લગ્નના કાર્યક્રમો પણ ચાલુ છે. લગ્ન પહેલાની તમામ વિધિઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારના દરેક સભ્ય આ મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે. લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો. સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ સ્ટાર્સે ભાગ લીધો હતો. જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી હતી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ હલ્દીમાં નહાતા પણ જોવા મળ્યા.

રણવીર સિંહ અને સલમાને હલ્દી લગાવી

જે વિડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે રણવીર સિંહ માથાથી પગ સુધી પીળા રંગે રંગાયેલો જોવા મળે છે. તે સંપૂર્ણપણે હલ્દીમાં નહાતો જોવા મળે છે. તેનો ચહેરો પણ હલ્દીથી પીળો થઈ ગયો છે. તે એન્ટિલિયાની બહાર ઇવેન્ટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, અંબાણી આવાસ એન્ટિલિયામાં જ આ ગ્રાન્ડ હલ્દી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન ખાન પણ હલ્દી સેરેમની બાદ યેલો રંગથી રંગાયો હતો. સલમાન ખાન બ્લેક કુર્તામાં પહોંચ્યો હતો અને જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે પીળા કુર્તામાં જોવા મળ્યો હતો.

અંબાણી પરિવાર સભ્યો હલ્દીથી રંગાયા

આ સિવાય અંબાણી પરિવારના સભ્યો પણ હલ્દીના પીળા રંગમાં જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ એન્ટિલિયાની બહાર જતા જોવા મળ્યા હતા. તેઓ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અનિલ કપૂર સફેદ કુર્તા-પાયજામામાં હતો તેના ચહેરા અને કપડાં પર હલ્દીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. ટીના અંબાણી પણ પીળા રંગના આઉટફિટમાં હતી અને તેના ચહેરા પર ઘણી હળદર લગાવેલી હતી. તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.

 

આ પણ વાંચો  - શું KALKI 2898 AD ના સીકવલમાં પ્રભાસનું પાત્ર ‘ભૈરવા’ પામશે મૃત્યુ?

આ પણ વાંચો  - Sonakshi Sinha ના લગ્નથી જરા પણ ખુશ નથી લવ સિન્હા, શત્રુઘ્નએ કહ્યું કે…

આ પણ વાંચો  - Kailash Kher Birthday : કૈલાશ ખેરનાં આ ગીતે બદલી દીધું તેનું ભાગ્ય!

Tags :
Akash AmbaniANAND PIRAMALAnant AmbaniAnil Ambanicoveredisha ambanimukesh ambaninita ambaniRADHIKA MERCHANTranveer singhReliance IndustriesVideo