Allu Arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ!
- Allu Arjun ની બની રહ્યો છે નફરતનો શિકાર
- 25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં
- Allu Arjun અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કરાયો
Pushpa 2 Allu Arjun : Pushpa 2 એ રિલીઝના પહેલા દિવસથી જ ભારતીય સિનેમાના તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે... Pushpa 2 એ વિશ્વ સ્તરે પ્રથમ દિવસે જ 250 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ જ્યારે Pushpa 2 નો પ્રથમ શો હૈદરાબાદમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે આ થિયેટરમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી. જોકે હૈદરાબાદના આ થિયેટરમાં ફિલ્મના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રીમિયરમાં એક ભયાવહ ઘટના નોંધાય હતી. આ પ્રીમિયરમાં નાસભગ થતા એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું.
25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં
જોકે Pushpa 2 ના પ્રીમિયરમાં ગૂંગળામણને કારણે આ મહિલાનું મોત થયું હતું. ત્યારે તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને કારણે દેશના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તો Pushpa 2 ના પુષ્પારાજ એટલે કે Allu Arjun એ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે.જોકે આ ઘટનાને લઈ Pushpa 2 ના ફિલ્મ નિર્માતાઓ દ્વારા એક સૂચન પણ પાઠવવામાં આવ્યું છે. તો Pushpa 2 ના અભિનેતા Allu Arjunે જણાવ્યું હતું કે, હું તે બાળકો અને મૃતકના પરિવાર સાથે ઉભો છું અને 25 લાખ રૂપિયા આપવા માંગુ છું.
આ પણ વાંચો: Kapil Sharma એ 20 વર્ષ પહેલા જે હોટેલમાં કામ કર્યું, ત્યાં તેમને ખાસ એવોર્ડ મળ્યો
Allu Arjun અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કરાયો
જોકે આ માહિતી આપતો Allu Arjun નો વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ વીડિયોનું કોમેન્ટ સેક્શન તેમને વિરુદ્ધ કરવામાં આવેલા કોમેન્ટથી ભરાઈ ગયું છે. તો બીજી તરફ અમુક લોકો તેમની આ ઉદારતાની પ્રશંસા પણ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો તેમના વિરુદ્ધ નફરતથી ભરેલા નિવેદનો પાઠવી રહ્યા છે. તેમના વિરૂદ્ધા કોમેન્ટ સેક્શનમાં લખવામાં આવ્યું છે કે, મને તમારી ઉપર શર્મ આવે છે, તમે સન્માન ગુમાવી દીધું છે, જે કંઈ નુકસાન થયું છે તેને કોઈ સુધારી શકશે નહીં. તે સંપૂર્ણપણે તમારી ભૂલ હતી. 25 લાખ રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકશે નહીં. આ કિસ્સામાં મૃતકના પરિવારની ફરિયાદના આધારે Allu Arjun, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કપૂર પરિવારની આ દીકરીને પતિએ હનીમૂનમાં મિત્રો સાથે સુવા કર્યું હતું દબાણ