Pushpa 2 એ રિલીઝ પહેલા રેકોર્ડ બ્રેક કરવાનું કર્યું શરૂ, અમેરિકામાં સૌથી વધુ કમાણી કરી
- પુષ્પા 2 પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે
- ફિલ્મને લઈને લોકોની રુચિનું સ્તર 1 મિલિયનથી વધુ
- ફિલ્મનું પ્રીમિયર પણ 4 ડિસેમ્બરે યુએસએમાં થશે
Pushpa 2 Advance Booking : ગણતરીના દિવસોમાં Pushpa 2: The Rule સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ફિલ્મ Pushpa 2 ને 5 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ કરાવામાં આવશે. જોકે હાલમાં, ફિલ્મ Pushpa 2 ના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ દેશના વિવિધ શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. જોરે જ્યારે ફિલ્મ Pushpa 2 નું ટ્રેલર પટનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે પટનામાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. તો ફિલ્મ Pushpa 2 નું કોચી અને મુંબઈ જેવા શહેરોમાં તાજેતરમાં પ્રમોશન કરવામાં આવ્યું છે.
પુષ્પા 2 પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે
ત્યારે ફિલ્મ Pushpa 2: The Rule નું એડાવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ફિલ્મ Pushpa 2: The Rule એ રિલીઝ પહેલા જ 2.3 મિલિયન ડોલરથી વધુની ઓપનિંગ સાથે અલ્લુ અર્જુનની ફિલ્મે રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. અત્યારે ફિલ્મને જે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા એવું માનવામાં આવે છે કે પુષ્પા 2 પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં પ્રી-સેલના સંદર્ભમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કેરળમાં જોવા મળ્યું છે.
આ પણ વાંચો: Neena Gupta એ 65 વર્ષની ઉંમરે Bald Witch નું સ્વરૂપ કર્યું ધારણ
ફિલ્મને લઈને લોકોની રુચિનું સ્તર 1 મિલિયનથી વધુ
અહીં એડવાન્સ બુકિંગ શરૂ થયા બાદ પ્રી-સેલ્સમાં લગભગ 60% વધારો જોવા મળ્યો છે, જ્યારે દિલ્હીમાં 30% ફાળો જોવા મળ્યો છે. જોકે ભારતમાં હજુ સુધી પુષ્પા 2 ના પ્રી-સેલ્સમાં કોઈ ખાસ વધારો થયો નથી. પરંતુ ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે આગામી બે દિવસમાં ફિલ્મના પ્રી-સેલ્સમાં જોરદાર વધારો થશે. બીજી તરફ BookMyShow પર ફિલ્મને લઈને લોકોની રુચિનું સ્તર 1 મિલિયનથી વધુ છે. અન્ય રાજ્યોમાં એડવાન્સ બુકિંગ શરૂ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મનું પ્રીમિયર પણ 4 ડિસેમ્બરે યુએસએમાં થશે
આગામી સમયમાં એડવાન્સ બુકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળશે. ત્યાપે રિલીઝના શરૂઆતના દિવસોમાં ફિલ્મ Pushpa 2: The Rule એ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. તે ઉપરાંત ફિલ્મનું પ્રીમિયર પણ 4 ડિસેમ્બરે યુએસએમાં થશે. $2.3 મિલિયનથી વધુના પ્રી-સેલ્સ સાથે અલ્લુ અર્જુનની ફિલ્મ તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડી રહી છે. પુષ્પા 2 અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Naga Chaitanyaને સાસરિયાઓએ આપી કરોડોની ગિફ્ટ...