ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Salaar: પ્રભાસ Salaar દ્વારા ચાહકોને ખુરશી પરથી ઉઠવા પર મજબૂર કરી શકશે

KGF Chapter 1 અને 2 ની શાનદાર સફળતાથી માત્ર કન્નડ સિનેમામાંએ દેશ-વિદેશમાં પોતાની આગાવી ઓળખ ઉભી કરી દીધી છે. KGF ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત નીલ ફરી એકવાર સિનેમા ઘરોમાં ધૂમ મચાવા માટે Salaar ને લઈને આવ્યા છે. આ ફિલ્મને લઈને ઘણા...
05:00 PM Dec 22, 2023 IST | Aviraj Bagda

KGF Chapter 1 અને 2 ની શાનદાર સફળતાથી માત્ર કન્નડ સિનેમામાંએ દેશ-વિદેશમાં પોતાની આગાવી ઓળખ ઉભી કરી દીધી છે. KGF ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત નીલ ફરી એકવાર સિનેમા ઘરોમાં ધૂમ મચાવા માટે Salaar ને લઈને આવ્યા છે. આ ફિલ્મને લઈને ઘણા લાંબા સમયથી પ્રેક્ષકોના દિલમાં રાહ જોવાઈ રહી હતી. ત્યારે આ ફિલ્મ આજ રોજથી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન ઈશ્વરી રાવ અને સુપરસ્ટાર જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ Salaar ની વાર્તા

Salaar માં દેવરથ અને વરદા રાજમન્નરની આ મિત્રતા છે. વરદ એક રાજાનો પુત્ર છે અને દેવરથ નબળા વર્ગમાંથી આવે છે. ત્યારે તેમની મજબૂત મિત્રતા દેવરથની માંને કારણે અટકી જાય છે અને દેવરથે તેનું નિવાસસ્થાન બદલી નાખે છે. ઘણા વર્ષો પછી એ જ દેવરથ પ્રભાસના રૂપમાં જોવા મળે છે, જે પોતાની માતા સાથે દેશના વિવિધ ભાગમાં ફરતો રહે છે. જ્યાં વર્ષો પછી તે તેના મિત્ર અને વરદ રાજામન્નરને મળે છે, જે ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે. ત્યારે દેવરથ તેના મિત્રની મદદ કરવા અને તેની બધી ઈચ્છાઓને પુરી કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થાય છે. આ ફિલ્મ પાત્રોથી ભરેલી છે. રવિ બસરુરનું સંગીત એવરેજ છે, હા ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસ જોરદાર છે. ભુવન ગૌડા પોતાની સિનેમેટોગ્રાફીથી ફિલ્મને એક અલગ રંગ આપે છે. ફિલ્મના ફર્સ્ટ હાફથી રન ટાઈમ ઘટાડી શકે તેમ હતો.

પ્રભાસની Salaar માં એક્ટર તરીકેની ભૂમિકા

'બાહુબલી' પછી આવેલી ફિલ્મ 'સાહો', 'રાધે શ્યામ' અને 'આદિપુરુષ'માં અભિનયના મામલે પ્રભાસ પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, પરંતુ અહીં તેણે એક્શનની સાથે તેના શાંત અને ગંભીર પાત્રમાં પણ અસર છોડી છે. . એમ કહેવું ખોટું નહીં હોય કે દિગ્દર્શકે અહીં દરેક એંગલથી ગ્લોરીફાય કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં તેને ઓછો ડાઈલૉગ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારે તે તેની અનોખી એક્શન શૈલીથી ડાયલૉગ રજૂ કરે છે ત્યારે તેનો સ્વેગ સ્પષ્ટપણે જોવા મળે છે. તે ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે.

આ પણ વાંચો: Imroz Passed Away : પ્રખ્યાત કવિ-ચિત્રકાર ઇમરોઝનું નિધન, 97 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા…

Tags :
GujaratFirstKGFPrabhasSalaarSalaarFilm
Next Article