Pahalgam Terror Attack : રાખી સાવંતે J&K ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી માટે વ્યક્ત કરી ચિંતા, સત્વરે ન્યાય માટે કરી પ્રાર્થના
- રાખી સાવંતે Pahalgam Terror Attack પર પોસ્ટ કર્યો એક વીડિયો
- Rakhi Sawant એ કાશ્મીરીઓને પોતાના ભાઈ-બહેન ગણાવ્યા
- J&Kમાં પ્રવાસ ન અટકાવવા કરી અપીલ કરી છે
Pahalgam Terror Attack : અત્યારે આખો દેશ આઘાતમાં છે તેમજ સત્વરે ન્યાય મળે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. બોલિવૂડના મોટા સ્ટાર્સના પણ નિવેદન સામે આવ્યા છે. સુનિલ શેટ્ટી (Suniel Shetty) એ પણ આગામી રજાઓ કાશ્મીરમાં વિતાવીશ તેવું નિવેદન આપ્યું છે. આ શ્રેણીમાં બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) એ ઈન્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (Kashmir Tourism Industry) માટે ચિંતા વ્યકત કરી છે. તેણીએ કાશ્મીરીઓને ભાઈ-બહેન ગણાવ્યા છે.
હિન્દુ-મુસ્લિમ ન કરવા આપી સલાહ
વીડિયોમાં Rakhi Sawant કહી રહી છે, 'સૌને સલામ વાલેકુમ, નમસ્તે, જય ભારત, જય ભીમ. જય હિન્દુસ્તાન. ભારત માતા અમર રહે. તમે ખુશ છો? આપણે બધા એક છીએ. લોકોએ હિન્દુ-મુસ્લિમ ન કરવું જોઈએ. ભગવાનને ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે, મેં આ લોકોને બનાવ્યા છે અને તે બધા મારા બાળકો છે. તેઓ મારા માણસો છે, તેઓ શા માટે લડી રહ્યા છે અને મરી રહ્યા છે, તેઓ શું ઇચ્છે છે?
આ પણ વાંચોઃ Film-Ground Zero review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…
કાશ્મીમાં પ્રવાસ ન અટકાવવા કરી અપીલ
Rakhi Sawant એ આગળ કહ્યું, 'હવે હું મારી રજાઓ કાશ્મીરમાં વિતાવીશ.' કાશ્મીર જવું એ આપણા બધાની ફરજ છે. આપણી આગામી રજા કાશ્મીરમાં હોવી જોઈએ. કાશ્મીર આપણું છે. કાશ્મીરના બધા કાશ્મીરીઓ આપણા ભાઈઓ અને બહેનો છે. એ જ આપણું પર્યટન છે. આપણે બધા ત્યાં રજાઓ ઉજવવા જઈશું. શપથ લો. ભારતની બહાર નહીં જાય. કાશ્મીર જશે.
કાશ્મીરીઓએ જીવ બચાવ્યા
Rakhi Sawant એ શહીદો વિશે વાત કરતાં કહ્યું, 'હું કાશ્મીર જઈશ.' શું તમે મને ટેકો આપશો? તે બધાએ પોતાના જીવનું બલિદાન આપીને પ્રવાસીઓને બચાવ્યા. જે રીતે સૈનિકો પોતાના જીવનું બલિદાન આપીને આપણને અને દેશને બચાવે છે. કાશ્મીરીઓએ પોતાના જીવનું બલિદાન આપીને આપણને બચાવ્યા છે. ડરશો નહીં . આપણે બધા જઈશું. હું તમારી સાથે જઈશ. મારી સાથે કોણ આવશે? હું તમારા બધા સાથે કાશ્મીર જઈશ. આખું બોલિવૂડ તમારી સાથે કાશ્મીર જશે. રાખીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Pahalgam Attack ના 3 દિવસ બાદ સુપરસ્ટાર રજનીકાંતનું રીએક્શન, કહ્યું, 'દુશ્મનો કાશ્મીરમાં....'