Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ફેમસ ખેલાડીઓના બાળકોએ બોલિવૂડમાં બનાવી કેરિયર, લિસ્ટમાં છે ઘણા મોટા નામ

સામાન્ય રીતે જોવામાં આવે છે કે માતા-પિતા ગમે તે વ્યવસાયમાં રહેતા હોય, મોટાભાગના બાળકો એ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે. જોકે, એવા ઘણા બાળકો છે જેઓ તેમના માતા-પિતા કરતા અલગ કારકિર્દી બનાવવા માંગે છે. આજે અમે તમને ફિલ્મી દુનિયાના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પિતા તો ખેલાડી હતા, પરંતુ તેમના બાળકોએ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવ્યું. ચાલો જોઈએ આ યાદી...અંગàª
આ ફેમસ ખેલાડીઓના બાળકોએ બોલિવૂડમાં બનાવી કેરિયર  લિસ્ટમાં છે ઘણા મોટા નામ
સામાન્ય રીતે જોવામાં આવે છે કે માતા-પિતા ગમે તે વ્યવસાયમાં રહેતા હોય, મોટાભાગના બાળકો એ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે. જોકે, એવા ઘણા બાળકો છે જેઓ તેમના માતા-પિતા કરતા અલગ કારકિર્દી બનાવવા માંગે છે. આજે અમે તમને ફિલ્મી દુનિયાના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પિતા તો ખેલાડી હતા, પરંતુ તેમના બાળકોએ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવ્યું. ચાલો જોઈએ આ યાદી...
અંગદ બેદી (Angad Bedi)



અંગદ બેદી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. તેણે અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. અંગદના પિતા ભારતના સ્ટાર ક્રિકેટર રહી ચૂક્યા છે. ભારત માટે રમતા તેમણે ટીમને ઘણી મેચો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સૈફ અલી ખાન (Saif ali Khan)



સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી વધુ ડિમાન્ડવાળા અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડીનો સંબંધ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નહીં પરંતુ ક્રિકેટ સાથે હતો. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
દીપિકા પાદુકોણ (Deepika Padukone)



દીપિકાની ગણતરી બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાં થાય છે. અત્યાર સુધી તે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. દીપિકાના પિતા પણ ખેલાડી રહી ચૂક્યા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટનના સ્ટાર ખેલાડી રહી ચૂક્યા છે. શરૂઆતમાં દીપિકા પણ તેના પિતાની જેમ બેડમિન્ટન રમતી હતી. જો કે, બાદમાં તેણે પોતાની કારકિર્દી તરીકે અભિનય પસંદ કર્યો. હાલમાં દીપિકા મોટાભાગની ફિલ્મો માટે સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંની એક છે.
સોહા અલી ખાન (Soha Ali Khan)



ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી સોહા અલી ખાને પણ પોતાના ભાઈ સૈફ અલી ખાનની જેમ અભિનયમાં નસીબ અજમાવ્યું છે. જોકે તેની ફિલ્મી કરિયર કંઈ ખાસ રહી નથી.
વિંદુ દારા સિંહ (Vindu Dara Singh)



અભિનેતા વિંદુ દારા સિંહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વિંદુ દારા સિંહના પિતા દારા સિંહ ફેમસ રેસલર રહી ચૂક્યા છે અને તેમા તેમણે ઘણું નામ કમાવ્યું છે. જો કે દારા સિંહે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને સૌ પ્રથમ ઓળખ રેસલરરૂપે મળી હતી. 
અમિયા દેવ (Amiya Dev)



અમિયા દેવ કપિલ દેવની પુત્રી છે. દેશમાં બહુ ઓછા લોકો હશે જેઓ આ નામથી વાકેફ નથી. દેશનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટર કપિલ દેવની પુત્રી પણ ફિલ્મ જગત સાથે જોડાયેલી છે. તે કબીર ખાનની પ્રોડક્શન ટીમનો એક ભાગ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.