સુરતમાં હોલિવુડ ફિલ્મ અવતાર-2 સતત 24 કલાક મલ્ટિપ્લેક્સમાં જોઇ શકાશે
પ્રથમ વાર સુરતમાં 24 કલાક થીએટર રહેશે ચાલુસુરતના થિએટર સંચાલકો દ્વારા 24 કલાક શો ચાલુ રાખવાનું આયોજન કરાયું સતત બે દિવસ 24 કલાક થિએટરોમાં ફિલ્મ બતાવાશેહોલિવુડની બહુ પ્રસિદ્ધ ફિલ્મ રિલિઝ અવતાર 2 નો લોકોમાં ભારે ક્રેઝઆજે રાતે 1.30 am થી શો શરુ કરવામાં આવશેરાતના શો ની 240થી લઈને 580 અને 750 રૂપિયા સુધીની ટિકિટો વેચાઇ સુરતમાં કુલ 20 મલ્ટી પ્લેકસ છે જેમાં મળીને કુલ 82 જેટલી સ્ક્રિનો પ્રથમ વખત સુરત (
- પ્રથમ વાર સુરતમાં 24 કલાક થીએટર રહેશે ચાલુ
- સુરતના થિએટર સંચાલકો દ્વારા 24 કલાક શો ચાલુ રાખવાનું આયોજન કરાયું
- સતત બે દિવસ 24 કલાક થિએટરોમાં ફિલ્મ બતાવાશે
- હોલિવુડની બહુ પ્રસિદ્ધ ફિલ્મ રિલિઝ અવતાર 2 નો લોકોમાં ભારે ક્રેઝ
- આજે રાતે 1.30 am થી શો શરુ કરવામાં આવશે
- રાતના શો ની 240થી લઈને 580 અને 750 રૂપિયા સુધીની ટિકિટો વેચાઇ
- સુરતમાં કુલ 20 મલ્ટી પ્લેકસ છે જેમાં મળીને કુલ 82 જેટલી સ્ક્રિનો
પ્રથમ વખત સુરત (Surat)માં 24 કલાક થિએટરોમાં ફિલ્મ (Movie) બતાવાશે. આ નિર્ણયે સુરતમાં ચારે કોર ધૂમ મચાવી છે. આજે હોલિવુડની બહુ પ્રસિદ્ધ ફિલ્મ રિલિઝ થઇ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ હોવાથી સુરતના થિએટર સંચાલકો દ્વારા 24 કલાક શો ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.
આજથી અવતાર 2 રિલીઝ
સુરતમાં ધમાકેદાર એન્ટ્રી સાથે રિલીઝ થયું છે હોલીવુડ મૂવી અવતાર 2. સુપરહીટ ફિલ્મ અવતાર 2 સુરતમાં સતત 24 કલાક ચાલશે. ફિલ્મના રૂંવાડા ઉભા કરી દે તેવા વિઝ્યુઅલ જોઈ ફેન્સ પણ હરખાયા છે.આ વખતે પણ પેન્ડોરા ગ્રહનાં સુંદર દ્રશ્યો જોવા માટે ફેન્સ આતુર છે. આ અંગે એક થિએટર સંચાલકે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોથી વધારે સમયથી હોલીવુડની સુપરહીટ ફિલ્મ અવતારની સિકવલની રાહ જોવામાં આવી રહી હતી. હવે આખરે આ ફિલ્મના સેકન્ડ પાર્ટ 'અવતાર: ધ વે ઓફ વોટર'નું મૂવી રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે પણ ફેન્સને પેન્ડોરા ગ્રહનાં સુંદર દ્રશ્યો જોવા મળશે. સુરતમાં 250 થિએટર છે.જેમાં 50 સ્ક્રીનમાં આ મુવી રિલીઝ કરાયું છે. 7 હજાર કરોડ થી વધુના બજેટ માં મૂવી બનાવાયું છે.160 ભાષામાં આ મુવી રિલીઝ થયું છે.
પ્રથમ વખત સુરતમાં 24 કલાક થિએટરોમાં ફિલ્મ બતાવાશે
આજે હોલિવુડની બહુ પ્રસિદ્ધ ફિલ્મ રિલિઝ થઇ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ હોવાથી સુરતના થિએટર સંચાલકો દ્વારા 24 કલાક શો ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.જેમાં રાત્રે 1:30 વાગ્યે, 2:30 વાગ્યે, 5:30 વાગ્યે એમ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે. રાતના 100ની 240થી લઈને 580 અને 750 રૂપિયા સુધીની ટિકિટો છે. તેમ છતાં ફિલ્મના ક્રેઝને લઈને લોકો દ્વારા એડવાન્સમાં ટિકિટ બુક કરાઈ હતી.સુરત ના ડુમસમાં 4 મલ્ટીપ્લેક્સ, વેસુમાં 3, ઉધનામાં 1, કતારગામમાં 1, જહાંગીરપુરામાં 1, અડાજણમાં 4, વરાછામાં 3, કામરેજમાં 1 અને ડિંડોલીમાં 2 એમ કુલ શહે૨માં 20 મલ્ટીપ્લેક્સ છે.જેમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે..
અવતારની સિકવલની રાહ જોવાતી હતી
છેલ્લા પાંચ વર્ષોથી વધારે સમયથી હોલીવુડની સુપરહીટ ફિલ્મ અવતારની સિકવલની રાહ જોવામાં આવી રહી હતી. હવે આખરે આ ફિલ્મના સેકન્ડ પાર્ટ 'અવતાર: ધ વે ઓફ વોટર'નું મૂવી રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે પણ ફેન્સને પેન્ડોરા ગ્રહનાં સુંદર દ્રશ્યો જોવા મળશે, જેમ કે ગત ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે પેન્ડોરા અલ્ફા સેંચુરીનાં એક ગ્રહનો ચંદ્ર જેવો ઉપગ્રહ છે,જ્યાં ધરતીની જેમ જ જીવન શક્ય છે. એક વાર ફરી ફિલ્મમાં સેમ વર્દીગટન, નાવી જેક સુલી અને જોઈ સલ્ડાનાં, નેતિરીનાં પાત્રમાં જોવા મળશે. જોકે આ વખતે તેઓ એકલા નહીં હોય પણ તેમના બાળકો પણ જોવા મળશે. આખા ફિલ્મમાં પેન્ડોરાનું સુંદર વાદળી પાણી જોવા મળે છે અને આ ફિલ્મ એક પ્રકારે આ પરિવારની આસપાસ જ ફરતી જોવા મળે છે. મૂવીમાં નાવીનો એક ડાયલોગ પણ છે, જેમાં તે બોલે છે, આપણે જ્યાં પણ જઈએ, આ પરિવાર જ આપણો કિલ્લો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement