Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સ્ટીફન બોસે કરી આત્મહત્યા, હોટલના રૂમમાંથી મળી લાશ

હોલિવૂડની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર, ડાન્સર અને ડીજે સ્ટીફન બોસ હવે આ દુનિયામાં નથી. અહેવાલો અનુસાર, અભિનેતાનું નિધન 13 ડિસેમ્બર 2022 ના રોજ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બોસે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. સ્ટીફન બોસ 'ધ ઈલેન ડી જોન્સ' અને 'સો યુ થિંક યુ કેન ડાન્સ' જેવા શો માટે જાણીતા હતા. આ સિવાય તે પોતàª
હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સ્ટીફન બોસે કરી આત્મહત્યા  હોટલના રૂમમાંથી મળી લાશ
હોલિવૂડની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર, ડાન્સર અને ડીજે સ્ટીફન બોસ હવે આ દુનિયામાં નથી. અહેવાલો અનુસાર, અભિનેતાનું નિધન 13 ડિસેમ્બર 2022 ના રોજ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બોસે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. સ્ટીફન બોસ 'ધ ઈલેન ડી જોન્સ' અને 'સો યુ થિંક યુ કેન ડાન્સ' જેવા શો માટે જાણીતા હતા. આ સિવાય તે પોતાના શાનદાર ડાન્સ માટે પણ ફેમસ હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને બોસનો મૃતદેહ લોસ એન્જલસની એક હોટલના રૂમમાંથી મળ્યો હતો. બીજી તરફ, સ્ટીફન બોસની પત્ની એલિસન હોકરનું કહેવું છે કે બોસ તેમની કાર લીધા વિના જ ઘરથી નીકળી ગયા, જે એક અજીબ વાત હતી, કારણ કે બોસ ક્યારેય તેમની કાર વગર ક્યાંય ગયા નથી. સ્ટીફન બોસના અચાનક નિધનથી પરિવાર આઘાતમાં છે. તેમજ ચાહકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટીફન બોસે પોતાને ગોળી મારીને જીવનનો અંત લાવ્યો છે. જોકે, તેણે આત્મહત્યા જેવું આ મોટું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
Advertisement

સ્ટીફન બોસના મૃત્યુ બાદ તેની પત્ની ઈલેન હોકરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'ભારે હૃદય સાથે મારે કહેવું છે કે મારા પતિ સ્ટીફન અમને બધાને છોડીને ચાલ્યા ગયા છે. તે પોતાના પરિવાર, મિત્રો અને સમુદાયને ઘણું મહત્વ આપતો હતો. પ્રેમ તેના માટે સર્વસ્વ હતો. તે અમારા પરિવારની કરોડરજ્જુ હતી. તે એક સારા પતિ અને પિતા હતા. તે તેના ચાહકો માટે પણ પ્રેરણાસ્ત્રોત હતા. તેમનો હકારાત્મક અભિગમ હંમેશા અનુભવાશે. આ સિવાય એલિને કહ્યું, કે 'આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો. ખાસ કરીને મારું અને મારા ત્રણ બાળકોનું ધ્યાન રાખો'.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.