Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મ નિર્માતા માર્ટિન સેબેસ્ટિયનની ધરપકડ

ફિલ્મ નિર્માતા (Filmmaker) અને બિઝનેસમેન માર્ટિન સેબેસ્ટિયન (Martin Sebastian)ની પોલીસે યૌન શોષણના કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડ થ્રિસુરની એક મહિલાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં મહિલાનું કહેવું છે કે તેને લગ્ન અને ફિલ્મોમાં કામ કરવાના બહાને 2000થી વાયનાડ, મુંબઈ, થ્રિસુર અને બેંગ્લોર લઈ જવામાં આવી હતી. ફરિયાદ મુજબ માર્ટિને મહિલા પાસેથી 78.60 લાખ રૂપિયા અને 80 તોલા સોનું પણ લીધું હતું.પોલીસ દ્રાà
ફિલ્મ નિર્માતા માર્ટિન સેબેસ્ટિયનની ધરપકડ
ફિલ્મ નિર્માતા (Filmmaker) અને બિઝનેસમેન માર્ટિન સેબેસ્ટિયન (Martin Sebastian)ની પોલીસે યૌન શોષણના કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડ થ્રિસુરની એક મહિલાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં મહિલાનું કહેવું છે કે તેને લગ્ન અને ફિલ્મોમાં કામ કરવાના બહાને 2000થી વાયનાડ, મુંબઈ, થ્રિસુર અને બેંગ્લોર લઈ જવામાં આવી હતી. ફરિયાદ મુજબ માર્ટિને મહિલા પાસેથી 78.60 લાખ રૂપિયા અને 80 તોલા સોનું પણ લીધું હતું.
પોલીસ દ્રારા ધરપકડ 
મહિલાએ જાન્યુઆરીમાં ફરિયાદ માટે એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી માર્ટિન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, પરંતુ આ કેસમાં તેને આગોતરા જામીન મળી ગયા. જામીન હોવા છતાં, તેમને પૂછપરછ માટે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી તેમને બીજા દિવસે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ગુરુવારે, જ્યારે તે ફરીથી પૂછપરછ માટે આવ્યા, ત્યારે તેમની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી.
માર્ટિન સેબેસ્ટિયનનો વિવાદો સાથે જૂનો સંબંધ 
હાલ પોલીસ પુરાવા એકત્ર કરવા તેમને વિવિધ સ્થળોએ લઈ જઈ રહી છે. જણાવી દઈએ કે માર્ટિન સેબેસ્ટિયનનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1986થી 1992 વચ્ચે તેમનું નામ અનેક કૌભાંડોમાં સામે આવ્યું છે. બકરી, સાગ અને મેગ્નેશિયમ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું છે. તે દિવસોમાં ઘણા લોકો છેતરપિંડીનો શિકાર બન્યા હતા. જો મિડીયાના અહેવાલો અનુસાર માનીએ તો, તે પછી, તેમણે પોતાનું નામ બદલીને સીએસ માર્ટિન રાખ્યું અને ફિલ્મ નિર્માણમાં સક્રિય થઈ ગયા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.