દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દિગ્દર્શક કે વિશ્વનાથનું નિધન
તેલુગુ સિનેમા (Telugu Cinema) ના મહાન દિગ્દર્શકોમાંના એક કે વિશ્વનાથ (K Viswanath)નું ગુરુવારે રાત્રે નિધન થયું. કે વિશ્વનાથ ગંભીર બિમારીઓથી પીડિત હતા. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કે વિશ્વનાથને વર્ષ 2017માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. કે વિશ્વનાથને કલા તપસ્વી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, તેમજ રાજ્
તેલુગુ સિનેમા (Telugu Cinema) ના મહાન દિગ્દર્શકોમાંના એક કે વિશ્વનાથ (K Viswanath)નું ગુરુવારે રાત્રે નિધન થયું. કે વિશ્વનાથ ગંભીર બિમારીઓથી પીડિત હતા. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કે વિશ્વનાથને વર્ષ 2017માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. કે વિશ્વનાથને કલા તપસ્વી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, તેમજ રાજ્ય નંદી પુરસ્કાર, 10 ફિલ્મફેર પુરસ્કાર દક્ષિણ અને એક હિન્દીમાં ફિલ્મફેર પુરસ્કાર પણ મેળવ્યા હતા.
વિવિધ શૈલીઓમાં 53 ફીચર ફિલ્મોનું નિર્દેશન
વર્ષ 1992 માં, કે વિશ્વનાથને આંધ્ર પ્રદેશ રાજ્ય રઘુપતિ વેંકૈયા પુરસ્કાર અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે નાગરિક સન્માન પદ પણ મળ્યું. કે વિશ્વનાથે તેમની ફિલ્મ કારકિર્દી ઑડિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી અને 60 વર્ષના ગાળામાં તેમણે પર્ફોર્મન્સ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ અને સૌંદર્ય શાસ્ત્ર આધારિત ફિલ્મો સહિત વિવિધ શૈલીઓમાં 53 ફીચર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું
કે વિશ્વનાથની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 1965માં અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ અભિનીત 'ગોવરમ' હતી. તેમની સૌથી મોટી ફિલ્મોમાં શંકરાભરનમ, સ્વાતિનુથ્યમ, સાગર સંગમમ અને સ્વયંકૃષ્ણનો સમાવેશ થાય છે. દિગ્દર્શકની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં આવેલી 'સુભાપ્રધામ' હતી. આ સાથે તેણે 'કાલીસુંદરમ રા', 'નરસિમ્હા નાયડુ', 'ટાગોર' અને 'મિસ્ટર પરફેક્ટ' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
કે વિશ્વનાથને તેમના કાર્યો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી.
કે વિશ્વનાથને તેમના કાર્યો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી. કે વિશ્વનાથની ફિલ્મગ્રાફી ઉદાર કલાના માધ્યમ દ્વારા જાતિ, રંગ, અપંગતા, લિંગ ભેદભાવ, દુષ્કર્મ, મદ્યપાન અને સામાજિક-આર્થિક પડકારોના મુદ્દાને સંબોધવા માટે જાણીતી છે. આજે તે મહાન દિગ્દર્શક આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ કે વિશ્વનાથનું સિનેમા જગતમાં મહત્વનું યોગદાન હંમેશા યાદ રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement