Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganapath : ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત'નું નવું પોસ્ટર રિલીઝ, આ તારીખે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ

બોલિવૂડનો ફિટનેસ ફ્રીક ટાઈગર શ્રોફ આ દિવસોમાં ફિલ્મ 'ગણપથ'ને લઈને ચર્ચામાં છે. જેમાં તે ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટાઇગર ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના...
05:39 PM Sep 18, 2023 IST | Hiren Dave

બોલિવૂડનો ફિટનેસ ફ્રીક ટાઈગર શ્રોફ આ દિવસોમાં ફિલ્મ 'ગણપથ'ને લઈને ચર્ચામાં છે. જેમાં તે ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટાઇગર ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના અવસર પર ટાઈગરનો આ લુક સામે આવ્યો છે. આ ઉપરાંત પોસ્ટર દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

 

ટાઈગરની ફિલ્મ 'ગણપત'નું પોસ્ટર રિલીઝ

ટાઈગર શ્રોફે 'ગણપત'નું આ નવું પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. જેમાં ટાઈગરે હાથ પર લાલ રંગની પટ્ટી બાંધી છે. જેમાં આગ લાગી હોવાનું જણાય છે. પોસ્ટરમાં ટાઈગર ખૂબ જ ઇન્ટિન્સ લુકમાં જોવા મળી રહ્યો છે. આ શેર કરતા ટાઈગરે લખ્યું  હતું કે 'કોઈ અમને શું કરતા રોકશે જ્યારે બાપ્પાના હાથ હાથમાં હશે ગણપત આવી રહ્યો છે. નવી દુનિયા શરૂ કરવા. 20મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટાઈગર કૃતિ સેનન સાથે જોવા મળશે

ટાઈગર શ્રોફની આ ફિલ્મ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં તે 9 વર્ષ બાદ અભિનેત્રી કૃતિ સેનન સાથે જોડી બનાવતો જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એકવાર બંને પોતાની જબરદસ્ત કેમેસ્ટ્રીથી પડદા પર આગ લગાવવા જઈ રહ્યા છે. આ પહેલા આ જોડી ફિલ્મ 'હીરોપંતી'માં જોવા મળી હતી. જે બંનેની પહેલી ફિલ્મ હતી.

 

 

આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 20 ઓક્ટોબર, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં વિશ્વભરમાં રિલીઝ થવાની છે. હવે ફિલ્મના પોસ્ટરથી ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.

 

આ  પણ  વાંચો-KHUFIA TRAILER : RAW એજન્ટ બનીને તબ્બુ અલી ફઝલની પોલ ખોલશે…, ખતરનાક છે ‘KHUFIA’ ટ્રેલર

 

 

Tags :
BollywoodGanapathkriti sanonTiger Shroff
Next Article