Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hardik Pandya સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પોતાના વતન પહોંચી નતાશા! કરી આ પોસ્ટ

Hardik Pandya: ક્રિકેટર હાર્દિક પંડ્યાથી (Hardik Pandya)છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સર્બિયા ગઈ છે. ગુરુવારે, નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સર્બિયામાં તેના ઘરની બાલ્કનીની તસવીર શેર કરી હતી. નતાશાએ આ તસવીરને હોમ સ્વીટ હોમ તરીકે કેપ્શન આપ્યું છે....
hardik pandya સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પોતાના વતન પહોંચી નતાશા  કરી આ પોસ્ટ
Advertisement

Hardik Pandya: ક્રિકેટર હાર્દિક પંડ્યાથી (Hardik Pandya)છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સર્બિયા ગઈ છે. ગુરુવારે, નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સર્બિયામાં તેના ઘરની બાલ્કનીની તસવીર શેર કરી હતી. નતાશાએ આ તસવીરને હોમ સ્વીટ હોમ તરીકે કેપ્શન આપ્યું છે. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. નતાશાની આ સ્ટોરી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા બાદ સામે આવી છે. નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પહોંચી છે.

Advertisement

Advertisement

નતાશા સ્ટેનકોવિક સર્બિયા શિફ્ટ થઈ?

નતાશાએ આ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની સૂટકેસની તસવીર પોસ્ટ કરી હતી. તેણે આ તસવીરને કેપ્શન આપ્યું હતું - આ વર્ષનો તે સમય છે. આ કેપ્શનની સાથે તેણે ઘર અને વિમાનની ઈમોજી પણ બનાવી છે. નતાશાની નવી સ્ટોરી જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે હાર્દિકનું ઘર છોડીને પોતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.

Advertisement

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના 2020માં કર્યા લગ્ન

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સર નતાશા સ્ટેનકોવિકે મે 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. આ પછી આ વર્ષે મે મહિનામાં, તેમના છૂટાછેડાની ચર્ચાઓ શરૂ થઈ. હાર્દિક અને નતાશાના છૂટાછેડાની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલના નામ પરથી હાર્દિક પંડ્યાની અટક હટાવી દીધી છે.

આ સમાચાર પર નતાશા કે હાર્દિકે આપી નથી કોઈ પ્રતિક્રિયા

ઘણાં મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યા અને નતાશા તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાનું લગ્ન જીવન ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. પરંતુ નતાશા સ્ટેનકોવિક અથવા હાર્દિક પંડ્યા તરફથી આ સમાચારોની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી

આ પણ  વાંચો -Janhvi Kapoor હોસ્પિટલમાં થઈ દાખલ,જાણો અચાનક શું થયું

આ પણ  વાંચો -Film Stree-2 Trailer: આ વખતે Stree નહીં, પણ સરકટાનો દેખાશે આતંક ચંદેરી ગામમાં

આ પણ  વાંચો -Richa Chadha Baby Girl :મિર્ઝાપુર'ના 'ગુડ્ડુ-ભૈયા' બન્યા પિતા, અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો

Tags :
Advertisement

Trending News

.

×