ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ

Vanvaas Box Office Collection: નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. જો કે આ ફિલ્મની શરૂઆત ખુબ જ ઠંડી રહી છે.
09:38 AM Dec 21, 2024 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Vanvaas Movie

Vanvaas Box Office Collection: નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. જો કે આ ફિલ્મની શરૂઆત ખુબ જ ઠંડી રહી છે. પ્રથમ દિવસનું કલેક્શન લાખોમાં જ થઇ શક્યું હતું.

અનિલ શર્મા નાના પાટેકર સ્ટારર ફિલ્મની ચર્ચા

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર સ્ટારર વનવાસને રિલીઝના પ્રથમ દિવસે જ ખુબ જ ઠંડો રિસપોન્સ મળ્યો હતો. આ ફિલ્મો પહેલા ઘણો બઝ હતો પરંતુ 20 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થયા બાદ ખુબ જ ઠંડો રિસપોન્સ મળ્યો. ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જો કે આ મુવી દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેનું ઓપનિંગ જ ખુબ ઠંડુ રહ્યું હતું. વનવાસના રિલીઝના પહેલા દિવસનું કલેક્શન શું રહ્યું.

આ પણ વાંચો : Rajkot crime branch: પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપ્યો

વનવાસના પહેલા દિવસે કેટલી કમાણી?

વનવાસને રિલીઝના પહેલા દિવસે મુફાસા ધ લાયન કિંગની સાથે ક્લેશ કરી રહી છે. બીજી તરફ અલ્લુ અર્જૂનની પુષ્પા 2 હજી પણ વધારે સ્ક્રીનો સાથે બોક્સ ઓફીસ રર ધુમ મચાવી રહી છે. તેવામાં નાના પાટેકર અને ઉત્કર્ષ શર્માની વનવાસ રિલીઝના હેલા જ દિવસે દર્શકો માટે તરસતી જોવા મળી હતી. આ સાથે આ ફિલ્મની શરૂઆત ખુબ જ નિરાશાજનક થઇ છે. બીજી તરફ વનવાસની રિલીઝના પહેલા દિવસની કમાણીના આંકડા પણ આવી ચુક્યા છે.

રિલીઝ થઇને પહેલા દિવસે જ એક કરોડની પણ કમાણી ન કરી શકી. ફિલ્મે મુશ્કેલીથી લાખો રૂપિયાનું કલેક્શન કર્યું. ફિલ્મને પહેલા જ દિવસે આ સ્થિતિ છે તો તેનું આગળનું ભવિષ્ય પણ અધરમાં જોવા મળી રહ્યું છે. આમ તો પુષ્પા 2 ની આગળ વનવાસને ટકવું મુશ્કેલ છે. જો કે તે જોવું ખુબ જ રસપ્રદ થશે કે આગામી દિવસોમાં ફેમીલી ડ્રામાને દર્શકો મળે છે કે નહીં આમ તો ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે ક્રિસમસના દિવસે વરૂણ ધવનની બેબી જોન આવતા પોમ્પિટિશન વધી જશે.

આ પણ વાંચો : Germany : ઝડપમાં આવતી કારે વટાણાની જેમ લોકોને ઉડાડ્યા, જુઓ Video

વનવાસ સ્ટારકાસ્ટ

વનવાસ નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા, સિમરન કૌરે લીડ રોલ પ્લે કર્યો છે. બીજી તરફ સપોર્ટિંગ કલાકારોમાં ખુશબુ સુંદર, સિમરત કૌર, રાજ્યપાલ યાદવ અશ્વિની કલસેકર, પરિતોષ ત્રિપાઠી, મનીષ વાધવા અને રાજેશ શર્માનો સમાવેશ થાય છે. આ ફિલ્મને અનિલ શર્માએ ડાયરેક્ટ કર્યું છે. સુમન શર્માએ પ્રોડ્યુસ કર્યું છે.

આ પણ વાંચો : Jharkhand માં કોંગ્રેસ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, 5 આરોપીની ધરપકડ

Tags :
Anil SharmaGujarat FirstGUJARAT FIRST NEWSNana PatekarSimran Kaurutkarsh sharmaVanvaasVanvaas Box Office CollectionVanvaas Box Office Collection Day 1Vanvaas Box Office Collection First DayVanvaas Box Office Collection FridayVanvaas Box Office Collection Opening Day