Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ડસ્ટ્રીમાં શોક! જાણીતા ફિલ્મ નિર્માતાએ દુનિયાને કહ્યું અલવિદા

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા ગુરુપ્રસાદે દુનિયાને અલવિદા કહી દીધું છે. 52 વર્ષની વયે તેમણે કર્ણાટકમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.
ઈન્ડસ્ટ્રીમાં શોક  જાણીતા ફિલ્મ નિર્માતાએ દુનિયાને કહ્યું અલવિદા
  • લોકપ્રિય કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદનું આકસ્મિક અવસાન
  • સાઉથના પ્રખ્યાત નિર્દેશક ગુરુપ્રસાદે કરી આત્મહત્યા
  • એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા ગુરુપ્રસાદે (Famous producer of Kannada film industry Guruprasad) દુનિયાને અલવિદા કહી દીધું છે. 52 વર્ષની વયે તેમણે કર્ણાટકમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. બેંગલુરુના મદનાયકના હલ્લી ખાતેના તેમના એપાર્ટમેન્ટમાં તેમનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ગુરુપ્રસાદ "Eddelu Manjunatha" અને "Directors Special" જેવી લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા હતા.

Advertisement

આર્થિક તંગી અને તણાવનો ભોગ બનેલા ગુરુપ્રસાદ

ગુરુપ્રસાદના મૃત્યુની પુષ્ટિ એસપી સીકે બાવાએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગત 5-6 દિવસથી ગુરુપ્રસાદ (Guruprasad) ની કોઈ ખબર નહોતી. તેમના મૃતદેહને જોઇને લાગે છે કે તેમણે ઘણાં દિવસો પહેલા આત્મહત્યા કરી હશે. પોલીસ તપાસમાં ખુલ્યું કે ગુરુપ્રસાદ આર્થિક તંગીને કારણે તણાવમાં હતા. લેણદારોના દબાણ હેઠળ ગુરુપ્રસાદે આ કઠિન નિર્ણય લીધો હતો. તાજેતરમાં તેમણે પોતાના બીજા લગ્નની તૈયારી માટે લોન લીધી હતી, જે તેઓ ચુકવી શક્યા નહોતા. સીકે બાવાએ એમ પણ કહ્યું કે ફિલ્મ નિર્માતા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને આ કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. અત્યારે અમારી પાસે આટલી જ માહિતી છે. પોલીસ તેમના મૃત્યુના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે. પોલીસ તેમના મૃત્યુના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, તેમના ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. તપાસ પર, અધિકારીઓને જાણવા મળ્યું કે ગુરુપ્રસાદ સીલિંગ ફેન સાથે લટકી ગયા હતા, જે દર્શાવે છે કે તેમણે ઘણા દિવસો પહેલા આત્મહત્યા કરી હતી.

Advertisement

ડાયરેક્ટર ગુરુપ્રસાદ કોણ હતા?

ગુરુપ્રસાદ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતા. તેમનો જન્મ 2 નવેમ્બર 1972ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં થયો હતો. વર્ષ 2006માં તેમણે ફિલ્મ 'માતા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ક્લટ સાબિત થઇ હતી. તેમની બીજી ફિલ્મ 'Eddelu Manjunatha' હતી. બંને ફિલ્મો હિટ રહી હતી અને તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક

ગુરુપ્રસાદના અકાળ નિધનથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અચાનક અવસાનથી તેમના પરિચિતો અને ચાહકો દુઃખી છે. નિર્માતા હોવા સાથે, તેઓએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હાલમાં તેઓ તેમની નવી ફિલ્મ "એડીમા"ના શૂટિંગમાં વ્યસ્ત હતા, જે હવે અધૂરી રહી ગઇ છે. સતત લેણદારોનું દબાણ તેમને હતાશ થઇને આત્મહત્યા કરવા તરફ દોરી ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટના પર ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. હવે જોવાનું રહ્યું કે, શું લેણદારોના દબાણ અને તણાવથી તેમણે આત્મહત્યા કરી કે પછી વાત કોઇ બીજી છે.

Advertisement

આ પણ વાંચો:  બોલિવૂડના પ્રખ્યાત ફેશન Fashion designer Rohit Bal નું હૃદય રોગથી થયું નિધન

Tags :
Advertisement

.