Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

48 વર્ષના પ્રખ્યાત અભિનેતાનું ઊંઘમાં નિપજ્યું મોત, જોણો કારણ

તબીબએ અભિનેતા Vikas Sethi ને મૃત જાહેર કર્યા હતાં તકને ઝડપીને તેઓએ લોકોના દિલ જીતી લીધા હતાં Vikas Sethi ના નિધનથી ચાહકોનું દિલ તૂટી ગયું છે Vikas Sethi Death : કસૌટી ઝિંદગી કી અને ક્યૂંકી સાસ ભી કભી બહુ...
04:30 PM Sep 08, 2024 IST | Aviraj Bagda
TV actor Vikas Sethi dies at 48

Vikas Sethi Death : કસૌટી ઝિંદગી કી અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થીના પ્રખ્યાત અભિનેતા Vikas Sethi ને લઈ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતાએ 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા Vikas Seth iજ્યારે ઊંઘમાં હતાં. ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. અનેક અહેવાલોના જણાવ્યા અનુસાર, અભિનેતા Vikas Sethi છેલ્લા લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતાં.

તબીબએ અભિનેતા Vikas Sethi ને મૃત જાહેર કર્યા હતાં

ત્યારે આજરોજ ટેલિવિઝનના ચાહકો માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો. પ્રખ્યાત અભિનેતા Vikas Sethi ના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. તે ઉપરાંત અભિનેતા Vikas Sethi ની મોત પણ રહસ્યમય રીતે ઊંઘમાં થઈ છે. શનિવારની રાત્રે પથારીમાં સુઈ ગયા પછી, જ્યારે આજરોજ સવારે અભિનેતા Vikas Sethi ઊંઘમાંથી ઉઠ્યા ન હતાં. ત્યારે તેમની પત્ની તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબએ અભિનેતા Vikas Sethi ને મૃત જાહેર કર્યા હતાં.

આ પણ વાંચો: Deepika Padukone અને Ranveer Singh ના ઘરે 'લક્ષ્મી'નો જન્મ, ચાહકોએ અભિનંદન પાઠવ્યા...

તકને ઝડપીને તેઓએ લોકોના દિલ જીતી લીધા હતાં

તો અહેવાલ અનુસાર વિકાસ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતાં. લાંબા સમયથી તેમને કોઈ કામ મળતું ન હતું. તે ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રોના સંપર્કમાં પણ ન હતાં. ટેલિવિઝન શો ઉપરાંત, વિકાસે કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' માં પણ રોબીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પણ તેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતાં. Vikas Sethi 90 ના દાયકાના પ્રખ્યાત અભિનેતાઓમાંના એક હતા. તેમણે કહીં તો હોગા, સસુરાલ સિમર કા, ગુસ્તાક દિલ અને શરારત જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું. જ્યારે પણ તે કોઈપણ શોમાં અભિનય કરવાની તક મળી હતી, ત્યારે તે તકને ઝડપીને તેઓએ લોકોના દિલ જીતી લીધા હતાં.

Vikas Sethi ના નિધનથી ચાહકોનું દિલ તૂટી ગયું છે

Vikas Sethi 2018 માં જ્હાન્વી સેઠી સાથે લગ્ન કર્યા હતાં. જ્હાન્વી શેઠી સાથે લગ્ન કર્યા પછી વિકાસ જોડિયા બાળકોનો પિતા બન્યો હતાં. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતાં. તે તેમની પત્ની અને બાળકો સાથે પણ ઘણી પોસ્ટ શેર કરતો હતાં. જોકે, તેમણે છેલ્લા ચાર મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી ન હતી. તેમણે છેલ્લે 12 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના કારણે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પરંતુ હજુ સુધી તેમના મૃત્યુ અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. Vikas Sethi ના નિધનથી ચાહકોનું દિલ તૂટી ગયું છે. સોશિયલ મીડિયા પર તેમના નિધન પર દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: Happy Birthday Radhika Apte:આ વેબ સિરીઝ અને ફિલ્મોએ રાધિકા આપ્ટેને OTT ક્વીન બનાવી

Tags :
actor Vikas SethiGujarat FirstTV Actor Vikas Sethi DiesVikas SethiVikas Sethi ageVikas Sethi deadVikas Sethi DeathVikas Sethi InstagramVikas Sethi NewsVikas Sethi Passes AwayVikas Sethi SerialsVikas Sethi shows
Next Article