ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Korean Actress : લગ્ન પહેલા થઇ પ્રેગ્નન્ટ,હવે 8 વર્ષ બાદ એક્ટ્રેસ લઇ રહી છે છૂટાછેડા!

ફેમસ અભિનેત્રી 8 વર્ષ બાદ લઈ રહી છે છૂટાછેડા આ અભિનેત્રી સ્વીટ હોમ શ્રેણીમાં જોવા મળી છે 42 વર્ષીય અભિનેત્રી એક પુત્રની માતા Korean Actress : ફિલ્મ જગતના સેલિબ્રિટી તેમના અંગત જીવનને લીધે હંમેશા 'ટોક ઓફ ધ ટાઉન' રહે...
07:57 PM Mar 19, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Lee Si Young divorce

Korean Actress : ફિલ્મ જગતના સેલિબ્રિટી તેમના અંગત જીવનને લીધે હંમેશા 'ટોક ઓફ ધ ટાઉન' રહે છે. કોણ કોને ડેટ કરી રહ્યું છે, કોણ કોની સાથે લગ્ન કરી રહ્યું છે અને બ્રેકઅપ-ડિવોર્સ સુધી, સેલેબ્સના સિક્રેટ કે પ્રાઇવેટ બાબતો કોઈથી છુપાયેલી રહેતી નથી. આવું જ એક દક્ષિણ કોરિયન(Korean Actress) ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી Lee Si Young સાથે થઈ રહ્યું છે. જે લગ્નના 8 વર્ષ પછી તેના પતિથી અલગ થઈ રહી છે. તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કાગળો પણ રજૂ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી,અભિનેત્રીના તેના પતિથી અલગ થવાની અફવાઓ ચાલી રહી છે. હવે આખરે તેને તેમના છૂટાછેડાની અફવાઓની પુષ્ટિ કરી છે. કોરિયન અભિનેત્રી લી સી યંગને સ્વીટ હોમ (Sweet Home)સીરીઝથી લોકપ્રિયતા મળી હતી.

લી સી યંગ લઈ રહી છે છૂટાછેડા

42 વર્ષીય Lee Si Young તેના ઉદ્યોગપતિ પતિ ચો સીઓંગ હ્યુન થી અલગ થઈ ગઈ છે.બંનેએ આ વર્ષની શરૂઆતમાં સિઓલ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા સંબંધિત કાગળો રજૂ કર્યા હતા. હવે તેમના પણ છૂટાછેડા થઈ ગયા છે. કોરિયન અભિનેત્રીની એજન્સીએ પોતે છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી છે. લી સી યંગનીએ એક ન્યૂઝ એજન્સીમાં સોમવારે છૂટાછેડાના પુષ્ટિ કરી. ત્યારે તેઓ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે. આ અભિનેત્રીનું અંગત જીવન છે એટલે પ્લીઝ સમજો કે અન્ય કોઈપણ સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે.

આ પણ  વાંચો -J & K: માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા પહોંચેલ ઓરીએ કર્યુ દારુનુ સેવન, જમ્મુમાં નોંધાઈ ફરિયાદ

લગ્ન પહેલા જ ગર્ભવતી હતી અભિનેત્રી

દક્ષિણ કોરિયાના કરોડપતિ ઉદ્યોગપતિ Cho Seong Hyun સાથે વર્ષો સુધી સંબંધમાં રહ્યા બાદ,લી સે યંગે જુલાઈ 2017 માં જાહેરાત કરી હતી કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે સમયે તે ગર્ભવતી હતી. બંનેએ સપ્ટેમ્બર 2017 માં લગ્ન કર્યા અને જાન્યુઆરી 2018માં અભિનેત્રી એક દીકરાની માતા બની.બંનેને દક્ષિણ કોરિયન ઉદ્યોગના પાવર કપલ કહેવામાં આવતા હતા.પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે.

આ પણ  વાંચો -A.R.Rehman: સાયરા બાનોએ કરી અપીલ: મને એક્સ વાઈફ કહેશો નહીં

બોક્સર રહી ચુકી છે લી સી યંગ

Lee Si Young વિશે વાત કરીએ તો, તેની ગણતરી દક્ષિણ કોરિયન ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેણે 2008 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ વાઇલ્ડ રોમાન્સ, ફાઇવ સેન્સિસ ઓફ ઇરોસ, લવિંગ યુ અ થાઉઝન્ડ ટાઇમ્સ અને સ્વીટ હોમ જેવા ડ્રામા અને ફિલ્મો કરી છે. તે બોક્સર પણ રહી ચૂકી છે. પહેલા બોક્સિંગ તેનો શોખ હતો, પરંતુ પછીથી તેણે બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ઘણા ખિતાબ જીત્યા હતા

Tags :
actress pregnant before marriageBoys Over FlowersDivorceGujarat FirstHirenHirenDaveK DramaK Drama ActressKorean ActressKorean StarsLee Si YoungLee Si Young boxerLee Si Young controversyLee Si Young divorceLee Si Young husbandNew K DramaSouth Korean ActressSweet Home seriesWe Got MarriedZombieverse