Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dunki Review: કિંગ ખાનની ફિલ્મ ડંકી, પઠાણ અને જવાન જેવો જાદુ લોકોમાં પર શકશે !

ફિલ્મ ડંકીમાં ડંકીનો અર્થ લોકો માટે Dunki નો અર્થ છે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા માટે અપનાવવામાં આવેલ માર્ગ’. દિગ્દર્શક રાજકુમાર હિરાની ફિલ્મ Dunki 21 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે શાહરૂખાન...
dunki review  કિંગ ખાનની ફિલ્મ ડંકી  પઠાણ અને જવાન જેવો જાદુ લોકોમાં પર શકશે

ફિલ્મ ડંકીમાં ડંકીનો અર્થ લોકો માટે

Advertisement

Dunki નો અર્થ છે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા માટે અપનાવવામાં આવેલ માર્ગ’. દિગ્દર્શક રાજકુમાર હિરાની ફિલ્મ Dunki 21 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે શાહરૂખાન તેમની સાથે તાપસી પન્નુ, વિકિ કૌશલ, બોમન ઈરાની, અનિલ ગ્રોવર, વિક્રમ કોચર અને ખાસ કરીને ફિલ્મ ચાર ચાંદ લગાવવા માટે સ્પેશિયલ અપિરિયન્સ તરીકે દિયા મિર્ઝા જોવા મળી રહ્યાં છે.

દુબઈમાં કરોડાના ખર્ચે ફિલ્મનું પ્રમોશન

Advertisement

જો કે તાજેતરમાં દુબઈમાં Dunki ના પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાને ફિલ્મના પ્લોટ વિશે વાત કરી હતી. શાહરૂખ ખાને કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ Dunki એવા લોકો વિશે છે જેઓ ઘરથી દૂર રહે છે. ત્યારે આ ફિલ્મ શાહરૂખાને તેમના ચાહકો માટે વર્ષ 2023 પર ક્રિસમસ ભેટ તરીકે જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ફિલ્મ દ્વારા રિલીઝ પહેલા જ એટવાન્સ બુકિંગ દરમિયાન કરોડોની કમાણી કરી લીધી છે. ફિલ્મ Dunki એ રિલીઝના પ્રથમ દિવસે લોકોના દિલ જીતી લીધા છે. સિનેમા ઘરોમાં કિંગ ખાનની એન્ટ્રી પર ખૂબ જ સીટીઓ અને તાળીઓનો ગડગડાટ થયો અને જ્યારે લોકો સિનેમા હોલમાંથી બહાર આવ્યા ત્યારે બધાના ચહેરા પર સ્મિત હતું.

ફિલ્મ Dunki રાજકુમાર હિરાનીની પહેલાની ફિલ્મોની તુલનામાં નબળી

Advertisement

પરંતુ કહેવું પડશે કે રાજકુમાર હિરાનીની આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે. આ ફિલ્મના કેરેક્ટરને પોતાની ઓળખ ઉભી કરવામાં સંપૂર્ણ પણે સફળતા હાંસિલ કરી શક્યા નથી. તે ઉપરાંત ફિલ્મ ડેપ્થની અછત છે. જોકે, સેકન્ડ હાફમાં તેણે મક્કમતાથી સ્ટોરીને હેન્ડલ કરી છે. વિદેશી ધરતી પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાની પ્રક્રિયાને તેમણે વાસ્તવિક રીતે દર્શાવી છે. સીકે મુરલીધરન, માનુષ નંદન, અમિત રાય, કુમાર પંકજ જેવા સિનેમેટોગ્રાફર્સની ટીમે મજબૂત કામ કર્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી 'પઠાણ', 'જવાન' અને 'એનિમલ' જેવી એક્શન ફિલ્મોથી ટેવાયેલા દર્શકો માટે આ ફિલ્મ થોડી સરળ સાબિત થઈ શકે છે.

Tags :
Advertisement

.