Keerthy Suresh એ ગોવામાં બની Antony Thattil ની દુલ્હનીયા, જુઓ તસ્વીરો
- લગ્નનામાં પરિવારજનો અને અમુક ખાસ મહેમાનો જ આવ્યા
- પ્રેમ કહાની કોલેજના સમયગાળામાં શરૂ થઈ હતી
- અન્ય તસ્વીરમાં એક કૂતરા સાથે જોવા મળે છે
Keerthy Suresh-Antony Thattil wedding : ઘણા મહિનાઓથી ચર્ચાનો વિષય સાઉથ અભિનેત્રી Keerthy Suresh ના લગ્ન બન્યો હતો. ત્યારે આજરોજ અફવાઓ ઉપર પૂર્ણવિરામ લાગ્યું છે. કારણ કે... અભિનેત્રીએ આજરોજ ગોવામાં તેના લોન્ગટાઈમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. Keerthy Suresh એ ગોવામાં ઉદ્યોગપતિ Antony Thattil સાથે સાઉથના રિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે. તે ઉપરાંત આ બંનેના અનેક તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે.
લગ્નનામાં પરિવારજનો અને અમુક ખાસ મહેમાનો જ આવ્યા
એક અહેવાલ અનુસાર, તાજેતરમાં અભિનેત્રી Keerthy Suresh એ તેના સત્તાવાર સોશિય મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસ્વીરો શેર કરી છે. આ અદ્ભુત તસ્વીરોમાં દંપતી ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત તસ્વીરોમાં તેઓ એકબીજા સાથે મસ્તી કરતા હોય, તે જોવા મળી રહ્યું છે. તેમના ચાહકો આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેમને લગ્ન માટે અને લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. Keerthy Suresh અને Antony Thattil ના લગ્નનામાં પરિવારજનો અને અમુક ખાસ મહેમાનો જ આવ્યા હતા.
આ પણ વાંચો: Pushpa 2 એ લીક થયા બાદ પણ બોક્સ ઓફિસમાં Wildfire કમાણી
પ્રેમ કહાની કોલેજના સમયગાળામાં શરૂ થઈ હતી
Keerthy Suresh એ લગ્નની તસ્વીરો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. જોકે Keerthy Suresh અને Antony Thattil એ છેલ્લા 15 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. Keerthy Suresh અને Antony Thattilની પ્રેમ કહાની કોલેજના સમયગાળામાં શરૂ થઈ હતી. ત્યારે તેણીએ ગત મહિને તમામ અફવાઓ પર રોક લગાવતા Antony Thattil સાથે એક તસ્વીર શેર કરી હતી. જેમા તેણીએ તેની પ્રમ કહાની વિશે વાત કરી હતી.
અન્ય તસ્વીરમાં એક કૂતરા સાથે જોવા મળે છે
તો વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં જોવા મળે છે કે, Keerthy Suresh અને Antony Thattil એકબીજાને બાથ ભરી રહ્યા છે. તે ઉપરાંત એક તસ્વીરમાં Keerthy Suresh ને Antony Thattil એ મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે. તો અન્ય તસ્વીરમાં Keerthy Suresh અને Antony Thattil એ એક કૂતરા સાથે જોવા મળે છે.
આ પણ વાંચો: Rajinikanth's 74th Birthday:આ 5 ફિલ્મો જે ક્યારેય રિલીઝ થઈ નહોતી!