કપૂર પરિવારની આ દીકરીને પતિએ હનીમૂનમાં મિત્રો સાથે સુવા કર્યું હતું દબાણ
- કપૂર પરિવારની આ દીકરીની તેના પતિએ પહેલી જ રાતે હરાજી કરી હતી
- હનીમૂન પર મિત્રો સાથે સૂવા માટે દબાણ કરતો હતો
- સંજય કપૂર પર કરિશ્માના ગંભીર આરોપો
- કરિયરના ત્યાગ પછી પણ પર્સનલ લાઇફમાં આઘાતજનક ઘટનાઓ
- પ્રેગ્નેન્સી દરમિયાન કરિશ્માને સાસુ માર મારતી હતી
- છૂટાછેડા બાદ કરિશ્માને મળેલી આર્થિક સહાય
Karisma Kapoor and Sanjay Kapur relationship : બોલિવૂડની શાનદાર અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણુ નામ કમાવ્યું છે. તેણે પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલો એક ખાસ જગ્યા બનાવી હતી. કરિશ્માને ફિલ્મી દુનિયામાં હંમેશા સારુ કામ અને ઇજ્જત મળતી રહી છે. જોકે, તેનાથી વિપરીત તેની પર્સનલ લાઇફ છે. જીહા, અભિનેત્રી જેટલી પોતાની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં નહોતી તેટલી તે પર્સનલ લાઇફને ચર્ચામાં રહેતી હતી. તેણે પોતાના ફિલ્મી કેરિયરને લગ્ન કર્યા બાદ અલવિદા કહી દીધું હતું. જોકે, તેને આ બલિદાનથી કોઇ ફાયદો થયો નહીં.
13 વર્ષ બાદ સંજય કપૂર સાથે છૂટાછેડા
કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને આ સંબંધ 13 વર્ષ સુધી રહ્યો હતો. ત્યારબાદ તેઓ બંને અલગ થઇ ગયા હતા. પરંતુ આ દરમિયાન જે થયું તે ઘણું ચોંકાવનારું હતું. વાત 2016 ની છે જ્યારે કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછૂ઼ડા લેતા સમયે કરિશ્માએ સંજય અને તેની સાસુ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સંજયે તેની સાથે માત્ર પૈસ માટે જ લગ્ન કર્યા હતા. તે તેના હાઈ ક્લાસ સોસાયટીમાં તેને એક ટ્રોફી તરીકે બતાવતો હતો. તેટલું જ નહીં કરિશ્મા આગળ કહે છે કે, એક સમયે તેને એક ડ્રેસ ફિટ નહતો થતો પણ તેની સાસુ ઇચ્છતી હતી કે તે આ જ ડ્રેસ પહેરે, જે વાત પર સંજયે તેની માતાને કહ્યું કે, તમે આને થપ્પડ કેમ નથી મારતા. કરિશ્માનું કહેવું છે કે, સંજયની માતાએ ક્યારે પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં અને તેનાથી વિપરીત તે હંમેશા પોતાના દીકરાને પ્રોત્સાહન આપવાનું કામ કરતી હતી.
કરિશ્માને મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું
કરિશ્મા કપૂરે આગળ કહ્યું કે, લગ્ન પહેલા સંજય તેના ભાઈ સાથે બેસીને ગણતરી કરતા હતો કે, કરિશ્મા કેટલા પૈસા લાવશે. લગ્ન પહેલા એકવાર સંજયની માતાએ કરિશ્માના પિતાને રડાવ્યા હતા. કરિશ્મા તરત જ લગ્ન તોડવા માંગતી હતી પરંતુ બાદમાં તે સંજય અને તેના પરિવારની જાળમાં ફસાઈ ગઈ. કરિશ્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જ્યારે અમે હનીમૂન પર ગયા હતા ત્યારે સંજયે મને તેના મિત્રો સમક્ષ પ્રપોઝ કર્યો હતો. તેણે એક રાત્રે મને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું હતું. તેણે કહ્યું કે, પતિ સંજય કપૂરે તેના મિત્રોને મારી સાથે સૂવાની કિંમત જણાવી હતી. જ્યારે મેં ના પાડી તો સંજયે મને ખૂબ માર માર્યો હતો. મારા લગ્નની રાત્રે હું ખૂબ રડી હતી. આટલું જ નહીં, કરિશ્માએ એ પણ જણાવ્યું કે તેની પ્રેગ્નેન્સી દરમિયાન તેની સાસુએ તેને માર માર્યો હતો.
કરિશ્માને છૂટાછેડા પછી આટલું ભરણપોષણ મળ્યું
છૂટાછેડા પછી, સંજય કપૂરે બંને બાળકોના નામે 14 કરોડ રૂપિયાના બોન્ડ એલિમની તરીકે ખરીદ્યા હતા. આ સિવાય કરિશ્માને સંજયના પિતાનું ઘર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સંજય કપૂર કરિશ્મા કપૂરને દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું પણ આપે છે. સંજય બાળકોને તેમના ભણતરની સાથે-સાથે તેમના અન્ય ખર્ચ માટે પણ પૈસા આપતો રહે છે.
આ પણ વાંચો: IMDb 2024 ના લોકપ્રિય સેલેબ્સની યાદીમાં કોણ, નંબર વન ચોંકાવી દેશે