ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતા અંબાણીના ઈવેન્ટ દરમિયાન કરણ જોહરને આવ્યો હતો અટેક, આ એક્ટરે કરી હતી મદદ

કોફી વિથ કરણની 8મી સીઝનની શરૂઆત જ દીપિકા અને રણવીરના વિવાદસ્પદ એપિસોડ સાથે થઈ હતી. પરંતુ આ એપિસોડમાં કરણ જોહરે પણ પોતાના માનસિક સ્વાસ્થ્યને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેણે મહેમાનો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને કહ્યું કે નીતા અંબાણીની...
09:15 AM Oct 28, 2023 IST | Harsh Bhatt

કોફી વિથ કરણની 8મી સીઝનની શરૂઆત જ દીપિકા અને રણવીરના વિવાદસ્પદ એપિસોડ સાથે થઈ હતી. પરંતુ આ એપિસોડમાં કરણ જોહરે પણ પોતાના માનસિક સ્વાસ્થ્યને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેણે મહેમાનો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને કહ્યું કે નીતા અંબાણીની NMACC માં એક ઇવેન્ટ દરમિયાન તેને ખતરનાક એન્ક્ઝાઈટી અટેક આવ્યો હતો.

ઇવેન્ટમાં કરણ જોહરને લાગ્યું કે જાણે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોય

પોતાની વાર્તા સંભળાવતા કરણ જોહરે કહ્યું કે ઈવેન્ટ દરમિયાન તેને અચાનક પરસેવો આવવા લાગ્યો અને તેનો આખો ચહેરો ભીનો થઈ ગયા પછી પણ તેને ખ્યાલ ન આવ્યો. તેના હાથ ધ્રૂજતા હતા અને તે તરત જ ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોંચ્યા પછી, તે તેના પલંગ પર જઈને ખૂબ રડ્યો.  ઇવેન્ટમાં, તેમને એવું લાગ્યું કે જાણે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોય.

વરુણ ધવન આવ્યો હતો મદદે 

કરણે NMACC લોન્ચની ઘટનાઓને યાદ કરી અને કહ્યું કે , “વરુણ મારી સામે જોઈ રહ્યો હતો,  મને પરસેવો થઈ રહ્યો હતો અને મને તેનો ખ્યાલ પણ નહોતો. તે મારી પાસે આવ્યો અને તેણે મારો હાથ પકડીને કહ્યું, ‘તમે ઠીક છો?’ મારા હાથ ધ્રૂજતા હતા. તે મને એક ખાલી રૂમમાં લઈ ગયો અને હું શ્વાસ લેવા લાગ્યો. મેં પહેલા વિચાર્યું, 'શું આ કાર્ડિયાક અરેસ્ટ છે? હું શું અનુભવ કરી રહ્યો છું?’

કાઉન્સેલરની લીધી હતી મદદ

કરણે વધુમાં જણાવ્યું કે હું બીજા દિવસે કાઉન્સેલર પાસે ગયો અને મારી સમસ્યાઓ તેમની સાથે શેર કરી અને પછી તેણે મને ધ્યાન કરવા કહ્યું. કરણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે તેના પ્રોડક્શન હાઉસ ધર્મ હેઠળ બનેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલ બનાવવાની પણ જાહેરાત કરી હતી. હવે તેની નજર દુલ્હનિયા શ્રેણીની ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જવા પર છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, વર્ષ 2014 માં રિલીઝ થઈ હતી અને બીજી ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો -- બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ પર બનશે ફિલ્મ , પ્રકાશ ઝા બનાવશે આ બાયોપિક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
ANXITYattackKARAN JOHARMental HealthNEETA AMBANINMACC
Next Article