Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રક્તપાન કરતા માનવ અને સાહસિક યોદ્ધાઓના સંગમની ગાથા ફિલ્મ કંગુઆ

Kanguva એ આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરશે Kanguva માં સુર્યા એક કરતા વધુ કિરદારમાં જોવા મળશે ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી પણ વધારે Kanguva Hindi Trailer: Bahubali Saga બાદ ભારતીય સિનેમા જગતમાં કાલ્પનિક અને ઐતિહાસિક ગાથાઓને રોમાંચિક અવતાર આપીને સિનેમાઘરો...
રક્તપાન કરતા માનવ અને સાહસિક યોદ્ધાઓના સંગમની ગાથા ફિલ્મ કંગુઆ
  • Kanguva એ આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરશે

  • Kanguva માં સુર્યા એક કરતા વધુ કિરદારમાં જોવા મળશે

  • ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી પણ વધારે

Kanguva Hindi Trailer: Bahubali Saga બાદ ભારતીય સિનેમા જગતમાં કાલ્પનિક અને ઐતિહાસિક ગાથાઓને રોમાંચિક અવતાર આપીને સિનેમાઘરો સુધી પહોંચાડવાની ભારતીય નિર્દેશકોમાં લહેર દોડી છે. જોકે Bahubali Saga ના નિર્દેશક S. S. Rajamouli પહેલા પણ અનેક લોકોએ આ પ્રકારની વાર્તાઓને દર્શકો માટે નિર્માણ કરી હતી. ત્યારે ફરી એકવાર વધુ એક સાઉથ સિનેમાના નિર્દેશકે કલ્પનાની દુનિયામાં જોવા મળતી એવી ઐતિહાસિક ગાથાને લઈને સિનેમાઘરોમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહ્યા છે. અને આ ફિલ્મનું નામ Kanguva છે.

Advertisement

Kanguva એ આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરશે

તાજેતરમાં ફિલ્મ Kanguva નું દક્ષિણ ભારતની ભાષાઓ ઉપરાંત વિવિધ ભાષાઓમાં Trailer રિલીઝ કરવામાં આવ્યું છે. Kanguva ના Trailer માં મુખ્ય કિરદાર તરીકે શૂરવીર યુદ્ધાના સ્વરૂપમાં અભિનેતા સુર્યા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત Kanguva Trailer માં બોબી દેઓલ ભાયાવહ અને ખતરનાક કિરદારમાં એક આદિવાસી કબિલાના સરતાજ તરીકે સામે આવ્યા છે. જોકે Kanguva Trailer પરથી એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મ Kanguva એ આદિવાસીઓના અલગ-અલગ સમૂહની આસપાસ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત એક આદિવાસી સમૂહ અન્ય આદિવાસી સમૂહનો દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Nikita Ghag-ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો

Kanguva માં સુર્યા એક કરતા વધુ કિરદારમાં જોવા મળશે

ફિલ્મ Kanguva ના Trailer માં બોબી દેઓલ એ અન્ય આદિવાસી કબિલાના રાજા સુર્યાને માર માટે વિવિધ યોજનાઓ બનાવતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત Trailer અન્ય કિરદારની પણ નાની ઝલક બતાવવામાં આવી છે, ફિલ્મ Kanguva ને લઈ દર્શકોમાં વાર્તાને લઈ રહસ્યો મગજમાં સર્જે છે. તે ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે, Kanguva માં સુર્યા એક કરતા વધુ કિરદારમાં જોવા મળશે. કારણ કે... એક તરફ બોબી દેઓલનું કિરદાર લોકો પર રાજ કરીને પોતાની શુરવીરતાનું પ્રદર્શન કરે છે. ત્યાં જ સુર્યાનું કિરદાર પોતાના લોકો અને જંગલમાં રહેતા દરેક આદિવાસીઓને એકસમાન માને છે, અને આ લોકોની રક્ષા કરવા માટે તે મસિહા બને છે.

Advertisement

ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી પણ વધારે

ફિલ્મ Kanguva એ 350 કરોડથી પણ વાધારે રૂપિયા ખર્ય કરીને બનાવવામાં આવી છે. ફિલ્મ Kanguva માં સૌથી વધુ કાલ્પનિક દ્રશ્યોને વાસ્તવિક રીતે દર્શાવવામાં આવી તેના પર કામ કરવામાં આવ્યું છે. ફિલ્મ Kanguva માં પ્રાચીન સમયમાં જંગલમાં રહેલા આદિવાસીઓની રહેણીકરણી, પહેરવેશ અને ભાષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ફિલ્મ Kanguva માં સુર્યા અને બોબી દેઓલ ઉપરાંત જગપતિ બાબુ, યોગી બાબુ, રાડિન કિંગ્સલે, નેટી નટરાજન, કેએસ રવિકુમાર અને કોવાઈ સરલા જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ Kanguva એ 10 ઓક્ટોબર, 2024 ના રોજ હિન્દી અને તમિલની સાથે અન્ય દક્ષિણ ભાષાઓમાં થિયેટરોમાં આવશે.

આ પણ વાંચો: Prakash Jha ની ફિલ્મ 'પરીક્ષા' એટલે આજની શિક્ષણ પધ્ધતિ માટે 'સટ્ટાક'

Tags :
Advertisement

.