Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tejasના પ્રમોશન વચ્ચે કંગના રનૌતે અજીત ડોભાલ સાથે મુલાકાત કરી

કંગના રનૌત તેજસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્લી પહોંચી, જ્યાં તે લવ કુશ રામલીલામાં રાવણ દહન કરવાની છે. આ કંગના રનૌતની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે થઈ. આ મુલાકાત સમયની તસવીર કંગના રનૌતે શેર કરી છે.      ...
06:55 PM Oct 24, 2023 IST | Hiren Dave

કંગના રનૌત તેજસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્લી પહોંચી, જ્યાં તે લવ કુશ રામલીલામાં રાવણ દહન કરવાની છે. આ કંગના રનૌતની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે થઈ. આ મુલાકાત સમયની તસવીર કંગના રનૌતે શેર કરી છે.

 

 

 

રાવણ દહન કરનાર પ્રથમ અભિનેત્રી બનશે

દેશભરમાં આજે દશેરાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત પણ લવ કુશ રામલીલામાં રાવણ દહન કરતી જોવા મળશે. ત્યારે આ પ્રથમ વખત જોવા મળશે કે કોઈ બોલીવુડની અભિનેત્રી રાવણ દહન કરશે.

 

કંગના રનૌતે આ મુલાકાતને શુકન ગણાવી

અજીત ડોભાલ સાથે ફોટો શેર કરતા કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું કે, શું કમાલની કિસ્મત છે, આજે સવારે ફ્લાઈટમાં મને ઓલ ટાઈમ ગ્રેટ અજીત ડોભાલની સાથે બેસવાની તક મળી. તેજસ ( આપણા સૈનિકોને સમર્પિત એક ફિલ્મ )ના પ્રમોશન દરમિયાન તેમને મળવાનો મોકો મળ્યો,જે દરેક સૈનિક માટે એક પ્રેરણા છે, હું જેને એક સારુ શુકન માનુ છું,

 

તેજસ ક્યારે રિલીઝ થશે?
તેજસમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ આરએેસવીપીએ કર્યું છે. તેજસ સર્વેશ મેવાડાએ લખી છે અને સાથે તેનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ કરી છે. ફિલ્મ 27 ઓક્ટોબર,2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તેજસમાં કંગના રનૌત એક મહિલા પાયલટ તેજસ ગિલની ભૂમિકામાં જોવા મળશે, જે વાયુ સેનાની હિંમતની વાર્તાને મોટા પરદે રજૂ કરશે. કંગના રનૌત છેલ્લે ચન્દ્રમુખી 2 નામની ફિલ્મમાં જોવા મળી હતી.

આ  પણ  વાંચો -કાદરખાન-અભિનયનું પહેલું પગથિયું કબ્રસ્તાનમાં મળ્યું

 

Tags :
Ajit-DovalDussehra 2023Kangana RanautKangana Ranaut Ajit DovalKangana Ranaut DussehraKangana Ranaut to burn RavanRavan DahanTejas
Next Article