Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jacqueline Fernandez એ ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો, જાણો શું કરી માંગ

અહેવાલ - રવિ પટેલ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે તેની સામેના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદ અને તેમની પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે અભિનેત્રીનું નામ આપવા સામે કોર્ટમાં અરજી...
jacqueline fernandez એ ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો  જાણો શું કરી માંગ

અહેવાલ - રવિ પટેલ

Advertisement

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે તેની સામેના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદ અને તેમની પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે અભિનેત્રીનું નામ આપવા સામે કોર્ટમાં અરજી કરી છે.

Advertisement

જેકલીને અરજી દાખલ કરી હતી

અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અભિનેત્રીને દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે રજૂ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ દલીલને સમર્થન આપે છે કે અભિનેત્રીને સુકેશ ચંદ્રશેખર અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલા ગુના વિશે કોઈ જાણકારી નથી.

Advertisement

સુકેશ પર છેતરપિંડીનો આરોપ છે

આપને જણાવી દઈએ કે કોનમેન સુકેશ ચંદ્રશેખર પર વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા 30 થી વધુ કેસોમાં આરોપ મૂકવામાં આવ્યા છે. તેના પર જેલમાં હોવા છતાં વોઈસ મોડ્યુલેશન સોફ્ટવેર અને સ્પૂફિંગ કોલનો ઉપયોગ કરીને દિલ્હીના એક બિઝનેસમેનની પત્ની પાસેથી 215 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. જેલમાં રહીને તેણે વડાપ્રધાન કાર્યાલય, તે વખતના કાયદા મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારી તરીકે ઓળખ આપીને પૈસા પડાવ્યા હતા. તેના ફોન કોલમાં સુકેશે કથિત રીતે દાવો કર્યો હતો કે તે પીડિતાના પતિ માટે જામીન મેળવશે અને તેનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ શરૂ કરવામાં મદદ કરશે.

જેકલીન સુકેશ સાથે ફોટોમાં જોવા મળી હતી

આ કિસ્સામાં, જેકલીન ફર્નાન્ડીઝનું નામ તે ઠગ સાથે જોડાયું હતું જ્યારે તેની તસવીરો ઓનલાઈન સામે આવી હતી. જોકે, અભિનેત્રીએ આ મામલામાં કોઈ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તે જ સમયે, પૂછપરછ દરમિયાન સુકેશ ચંદ્રશેખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને અભિનેત્રી વિશે જણાવ્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો - Bollywood :સ્વિમિંગ પૂલમાં મૌની રોયે પાણીમાં લગાવી આગ,જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.