JAAT FILM CONTROVERSY : સન્ની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ
JAAT FILM CONTROVERSY : તાજેતરમાં સન્ની દેઓલ (ACTOR SUNNY DEOL) અને રણદીપ હુડ્ડા (RANDEEP HOODA) ની જાટ ફિલ્મ થીયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મોની જેમ ભરપુર એક્શન ડ્રામા છે. સાથે જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ વચ્ચે ફિલ્મને પગલે વિવાદ સર્જાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો ફિલ્મમાં હોવાના કારણે સન્ની દેઓલ, રણદીપ હુડ્ડા તથા વિનીત કુમાર, નિર્દેશક ગોપીચંદ અને નિર્માતા નવીન માલીનેની સામે પંજાબના જલંધરમાં ફરિયાદ નોંધાઇ છે (POLICE COMPLAINT) . જે બાદ આ ફિલ્મને બેન કરવા સુધીની માંગણી ઉઠવા પામી છે. (JAAT FILM BAN DEMAND)
કાર્યવાહી કરવામાં આવશે
સદર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 299 અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સુત્રોએ મીડિયાને જણાવ્યું કે, જેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમન તપાસ ચાલી રહી છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સમુદાય અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યું છે
આ ફિલ્મમાં વિવાદીત સીન હોવાનો આરોપ ખ્રિસ્તી સમુદાય દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં તેમની ધાર્મિક પ્રથાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક અગ્રણીના જણાવ્યા અનુસાર, જલંધર પોલીસ કમિશનરેટમાં એક ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં રણદીપ હુડ્ડાને ચર્ચમાં ઉભો કરી દેવામાં આવ્યો છે. તેમ કરવાથી સમુદાય અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યું છે. ખ્રિસ્તી સમુદાય દ્વારા ફિલ્મને બેન કરવા સુધીની માંગણી વ્યક્ત કરવામાં આવી છે. સાથે તેમ પણ જણાવ્યું કે, જો આ મામલે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો --- યુટ્યુબરનો દાવો - કિંગ ખાનના રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યું નકલી પનીર!