આજે RELEASE થશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ KALKI 2898, ADVANCE BOOKING માં મચાવી છે ધમાલ
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હસનની ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ KALKI 2898 AD ફિલ્મ આજે સિનેમાઘરોમાં RELEASE થવા માટે તૈયાર છે. ભારતના સિનેમા માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વની રહેવાની છે. કારણ કે, લાંબા સમય બાદ એક એવી ફિલ્મ આવી છે કે જે વિશ્વફલક ઉપર ભારતના સિનેમાને લઈને જાય. ભારતની પૌરાણિક કથાઓ, વિજ્ઞાન અને જોઈને આંખે વળગે તેવા VFX નું શાનદાર મિશ્રણ આ ફિલ્મમાં જોવા મળવાનું છે. આ ફિલ્મ માટે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. તેનો પુરાવો તેના ADVANCE BOOKING ના આંકડા આપી રહ્યા છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી OPENING મેળવનારી ફિલ્મ સાબિત થઈ શકે છે.
ADVANCE BOOKING માં KALKI 2898 AD ના આંકડા ધમાકેદાર
KALKI 2898 AD ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં 2D અને 3Dમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ADVANCE BOOKING ના મળી રહેલા આંકડા અનુસાર, તેલુગુમાં ફિલ્મે 2Dમાં 8 લાખ 72 હજાર ટિકિટ અને 3Dમાં 5 લાખ 54 હજાર ટિકિટ વેચી છે. બ્લોક કરેલી સીટો વિના ફિલ્મે 48.27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, તેણે બ્લોક કરેલ સીટો સાથે ભારતમાં 55.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 71 ટકા અને 62 ટકા ઓક્યુપન્સી સાથે સૌથી વધુ કલેક્શન કર્યું હતું. એડવાન્સ બુકિંગમાં તેણે તેલંગાણામાં 19.54 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશમાં 13.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
શું છે ફિલ્મની વાર્તા
KALKI 2898 AD ફિલ્મના ડાઇરેક્ટર નાગ અશ્વિન છે. 'યેવદે સુબ્રમણ્યમ' અને 'મહાનતી' પછી તેમની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, પ્રભાસ ફિલ્મમાં ભૈરવ નામના બક્ષિસ શિકારીની ભૂમિકા ભજવે છે, જ્યારે કીર્તિ સુરેશ તેના AI ડ્રોઇડ સાઇડકિક બુજ્જીને અવાજ આપે છે (BU-JZ-1 તરીકે શૈલીયુક્ત). અમિતાભ અશ્વત્થામાની ભૂમિકા ભજવે છે, જે કલ્કી અવતારની રક્ષા કરવા માંગે છે. દીપિકાની વાત કરીએ તો તે સુમતિના રોલમાં છે. ફિલ્મની વાર્તા ભૈરવ અને અશ્વસ્થામાં વચ્ચેની KALKI ના માટેની લડાઈની છે,
આ પણ વાંચો : Tejasswi-Karan Break Up: શું પાવર કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની પ્રેમ કહાનીનો આવ્યો અંત!