Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kapil Sharma એ 20 વર્ષ પહેલા જે હોટેલમાં કામ કર્યું, ત્યાં તેમને ખાસ એવોર્ડ મળ્યો

Kapil Sharma Wins Award : ઘણા વર્ષો દિલ્હીમાં વિતાવ્યા અને પછી, હું મુંબઈ આવ્યો
kapil sharma એ 20 વર્ષ પહેલા જે હોટેલમાં કામ કર્યું  ત્યાં તેમને ખાસ એવોર્ડ મળ્યો
Advertisement
  • આ Award મળ્યા બાદ Kapil Sharma ભાવુક થઈ ગયા
  • ઘણા વર્ષો દિલ્હીમાં વિતાવ્યા અને પછી, હું મુંબઈ આવ્યો
  • સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ

Kapil Sharma Wins Award : કોમેડિયન, ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા Kapil Sharma ને NDTV ના Indian of the Year Award 2024 માં Global Entertainer of the Year એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમનું Indian of the Year Award 2024 માં Award આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જોકે આ Award મળ્યા બાદ Kapil Sharma ભાવુક થઈ ગયા હતા. ત્યારે Kapil Sharma એ પોતાની કારર્કીદિ વિશે અને જીવનના અનેક પાસઓ વિશે જણાવ્યું હતું.

ઘણા વર્ષો દિલ્હીમાં વિતાવ્યા અને પછી હું મુંબઈ આવ્યો

Kapil Sharma એ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા હું આ જ હોટલમાં એક ગાયક સાથે કોરસ સિંગર તરીકે પરફોર્મ કરવા આવ્યો હતો. આજે 20 વર્ષ પછી મને એ જ હોટલમાં એવોર્ડ મળી રહ્યો છે. હું ખરેખર ભગવાનનો ખૂબ આભારી છું. જ્યારે મેં આ શો શરૂ કર્યો ત્યારે મને 24 થી વધુ એપિસોડ આપવામાં આવ્યા ન હતા અને આજે આ શો 12 વર્ષથી ચાલી રહ્યો છે. મારી સફર અદ્ભુત રહી છે. મેં થિયેટરથી શરૂઆત કર્યા પછી, ઘણા વર્ષો દિલ્હીમાં વિતાવ્યા અને પછી હું મુંબઈ આવ્યો હતો. હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મને રસ્તો બતાવ્યો. મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પણ મને લાગે છે કે આ જ જીવન છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

Advertisement

આ પણ વાંચો: કપૂર પરિવારની આ દીકરીને પતિએ હનીમૂનમાં મિત્રો સાથે સુવા કર્યું હતું દબાણ

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ

Kapil Sharma એ સોશિયલ મીડિયા પર લોકોની વધતી ગતિવિધિઓને લઈને પણ પોતાના વિચારો શેર કર્યા હતા. Kapil Sharma એ કહ્યું, આપણે સોશિયલ મીડિયામાં ખોવાઈ ગયા છીએ. આપણને આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે, તેને લઈ આપણે સજાગ નથી. તે ઉપરાંત સોશિયલ મીડિયાને કારણે આપણે આપણા પરિવારને પણ પુરતો સમય આપી રહ્યા નથી. તો મને લાગે છે કે આપણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને હું આ માટે પ્રયાસ કરી રહ્યો છું.

આ પણ વાંચો: રિલીઝ થતાં જ Pushpa 2 એ તોડ્યા આ 10 રેકોર્ડસ....

Tags :
Advertisement

.

×