Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SALMAN KHAN ના ઘરે ફાયરિંગના કેસમા હવે થયા નવા ખુલાસા, વાંચો અહેવાલ

થોડા સમય પહેલા SALMAN KHAN ના ઘરની બહાર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવી હતી. સલમાન ખાનની ઘરની બહાર બનેલી આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી. આ ઘટનાના કારણે સલમાન ખાનના પરિવારજનો જ નહીં પરંતુ અભિનેતાના ચાહકો...
salman khan ના ઘરે ફાયરિંગના કેસમા હવે થયા નવા ખુલાસા  વાંચો અહેવાલ

થોડા સમય પહેલા SALMAN KHAN ના ઘરની બહાર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવી હતી. સલમાન ખાનની ઘરની બહાર બનેલી આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી. આ ઘટનાના કારણે સલમાન ખાનના પરિવારજનો જ નહીં પરંતુ અભિનેતાના ચાહકો પણ આઘાતમાં અને ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કેસની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હવે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં મોટી અપડેટ સામે આવી છે. ચાલી જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

SALMAN KHAN ફાયરિંગ કેસમાં હવે ચાર્જશીટ કરાઇ દાખલ

સલામન ખાનના આ ફાયરિંગ કેસમાં હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ ચોંકાવનારો ખુલાસો આ ચાર્જશીટમાં થયો છે કે, હુમલાખોરો સલમાન ખાનને મારવા આવ્યા ન હતા. હા, તમે સાચું જ વાંચ્યું, ભલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હોય, પણ ખરો હેતુ અભિનેતાને મારવાનો નહોતો. હવે સવાલ એ થાય છે કે જો આ ફાયરિંગ સલમાન ખાનને મારવા માટે ન થયું હોય તો? તો પછી તેનો ખરો હેતુ શું હતો? હવે આ બાબત સામે આવ્યા બાદ આ કેસમાં નવા પાસાઓ પણ ખૂલી શકે એમ છે.

શા માટે હુમલાખોરોએ કર્યું ફાયરિંગ

સલમાન ખાનના ઘરના આગળ આ ફાયરિંગ થયું છે તેના પાછળનું કારણ સામે આવ્યું છે. જેમાં હુમલાખોરો દ્વારા કબૂલવામાં આવ્યું છે કે હુમલાખોરોએ ગોળીબાર એટલા માટે કર્યો કારણ કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડર પેદા કરવા માંગતા હતા.આ ગોળીબાર દ્વારા હુમલાખોરોનો વાસ્તવિક હેતુ શહેરમાં અન્ય ગેંગની ગેરહાજરીમાં પૈસા પડાવવાનો હતો. માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ આરોપીઓએ અન્ય ઘણા સ્ટાર્સના ઘર પણ ચકાસ્યા હતા. આ સાથે આરોપીઓની વાત કરીએ તો તેમાં 9 આરોપીઓના નામ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે.

Advertisement

SALMAN KHAN એ સમગ્ર બાબત અંગે કહ્યું કે

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા એક ગુનેગાર અનુજે 1 મેના રોજ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે લોરેન્સનું નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. સલમાન ખાનનું પણ નિવેદન આ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે - મારા પરિવારને કોઈ કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સલમાને કહ્યું કે તેણે એવું કંઈ કર્યું નથી જેના કારણે આ બધું થઈ રહ્યું છે. ભાઈજાને કહ્યું કે આવા કૃત્યો માત્ર પૈસા માટે કરવામાં આવે છે. હા, સલમાન કહે છે કે આ બધું મારી પાસેથી પૈસા પડાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Glamorous Bollywood-બહારથી ઝગમગ પણ અંદર બધુ હખળડખળ

Tags :
Advertisement

.