IMDb 2024 ના લોકપ્રિય સેલેબ્સની યાદીમાં કોણ, નંબર વન ચોંકાવી દેશે
- IMDb ની 2024ની ટોચ પર તૃપ્તિ ડિમરી
- શાહરૂખ ખાને ટોચમાંથી ચોથા સ્થાને આવી ગયો
- IMDbમાં બીજું સ્થાન દીપિકા પાદુકોણ
- ઈશાન ખટ્ટરે ત્રીજું સ્થાન મેળવી યાદીમાં ચમક્યો
- ઐશ્વર્યા રાય અને સમંથાની લોકપ્રિયતાનો જાદૂ IMDb પર
IMDb દર વર્ષે લોકપ્રિય સેલેબ્સની યાદી જાહેર કરે છે, જે વર્ષ દરમિયાન પોતાની કારકિર્દી અથવા વ્યક્તિગત જીવનના કારણોસર હેડલાઈન્સમાં રહ્યા હોય. 2023માં આ યાદીના શીર્ષ પર શાહરૂખ ખાન હતો, પણ 2024માં તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ વર્ષે IMDbની ટોચ પર તૃપ્તિ ડિમરી છે, જ્યારે દીપિકા પાદુકોણ અને ઈશાન ખટ્ટર અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
2024માં ટોચ પર તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી IMDbની 2024ની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. તે આ વર્ષે 'એનિમલ', 'ભૂલ ભુલૈયા 3', અને 'બેડ ન્યૂઝ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જે ખૂબ સફળ રહી હતી. તૃપ્તિએ તેના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.
દીપિકા પાદુકોણ અને ઈશાન ખટ્ટર ટોચ પર
દીપિકા પાદુકોણે 2024માં બીજા ક્રમ પર પોતાનું સ્થાન મેળવ્યું છે. તે 'ફાઇટર' ફિલ્મમાં રિતિક રોશન સાથે જોવા મળી હતી. દીપિકાએ આ વર્ષે માતૃત્વનો આનંદ પણ માણ્યો હતો, જે તેમનાં જીવનમાં વિશેષ પળ રહી હતી. ત્રીજા સ્થાને ઈશાન ખટ્ટર છે, જે નેટફ્લિક્સ શો 'ધ પરફેક્ટ કપલ'માં તેના શાનદાર અભિનય માટે ચર્ચામાં રહ્યો.
શાહરૂખ ખાન, શર્વરી વાઘ અને શોભિતા ધુલીપાલાએ હેડલાઇન્સ બનાવી
શાહરૂખ ખાન, જેણે 2023માં એક પછી એક ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી, 2024ની આ યાદીમાં ચોથા સ્થાને છે. શર્વરી વાઘને પાંચમું સ્થાન મળ્યું છે, જેમાં તેને તેની ફિલ્મ 'મહારાજ' અને 'મુંજ્યા' માટે ઘણી પ્રશંસા મળી હતી. શર્વરી માટે આ વર્ષ ખાસ રહ્યું હતું. શોભિતા ધુલીપાલા પાંચમા સ્થાને રહી છે. નાગા ચૈતન્ય સાથે લગ્ન કરીને તે ચર્ચામાં આવી. નાગા અને શોભિતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન અને સામંથા રૂથ પ્રભુ પણ યાદીમાં
સાતમા ક્રમ પર ઐશ્વર્યા રાય બચ્ચન છે. ભલે તે આ વર્ષે કોઈ ફિલ્મમાં જોવા મળી ન હોય, પણ તેમના જાહેર દેખાવ અને વ્યક્તિગત જીવનની ચર્ચાએ તેમને હેડલાઇન્સમાં રાખ્યા છે. આ સાથે જ, સમંથા રૂથ પ્રભુએ આઠમું સ્થાન મેળવીને આ યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે. તે 'સિટાડેલઃ ધ હની બન્ની'માં જોવા મળી હતી અને નાગા ચૈતન્યના લગ્ન પછી તેના નામે ફરી ચર્ચા જાગી હતી. IMDbની આ યાદી એકવાર ફરી બતાવે છે કે સેલેબ્સની લોકપ્રિયતા માત્ર કારકિર્દી પર નહિ, પરંતુ તેમના જીવનના અન્ય પાસાઓ પર પણ આધાર રાખે છે.
આ પણ વાંચો: બોલિવૂડ સ્ટાર્સમાં સૌથી મોંઘી Rolls Royce નો માલિક કોણ? નામ ચોંકાવી દેશે