ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રિતિક અને દીપિકાના KISSING SCENE થી ભડક્યા WING COMMANDER, મોકલી લીગલ નોટિસ

રિતિક અને દીપિકાની ગણતંત્ર દિવસના દિવસે FIGHTER ફિલ્મ આવી હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ છે. રિતિક અને દીપિકાના એક વાંધાજનક દ્રશ્યના સામે આર્મી...
06:07 PM Feb 06, 2024 IST | Harsh Bhatt
રિતિક અને દીપિકાની ગણતંત્ર દિવસના દિવસે FIGHTER ફિલ્મ આવી હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ છે. રિતિક અને દીપિકાના એક વાંધાજનક દ્રશ્યના સામે આર્મી...
featuredImage featuredImage

રિતિક અને દીપિકાની ગણતંત્ર દિવસના દિવસે FIGHTER ફિલ્મ આવી હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ છે. રિતિક અને દીપિકાના એક વાંધાજનક દ્રશ્યના સામે આર્મી ઓફિસર ભડક્યા છે અને ફિલ્મના મેકર્સને લીગલ નોટિસ મોકલી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત...

નિર્દેશક સિદ્ધાર્થ આનંદની સાથે દીપિકા અને રિતિકને કાનૂની નોટિસ મોકલી

સિદ્ધાર્થ આનંદના ડાઇરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં એક સીન છે, જેમાં દીપિકા અને રિતિક એરફોર્સના યુનિફોર્મમાં એકબીજાને કિસ કરે છે. આસામના વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદની સાથે દીપિકા અને રિતિકને કાનૂની નોટિસ મોકલી છે. આ સીન અંગે સૌમ્યદીપ દાસ કહે છે કે, એરફોર્સ યુનિફોર્મમાં આ રીતે કિસ કરવું ખોટું છે. આ યુનિફોર્મનું અપમાન છે.

સીનને ફિલ્મમાંથી હટાવી દેવાની માંગ 

વિંગ કમાન્ડરે ફિલ્મના મેકર્સ પાસે આ સીન હટાવવાની માંગ કરી છે. તેણે કહ્યું છે કે, આ સીનને ફિલ્મમાંથી હટાવી દેવો જોઈએ અને મેકર્સે આખી દુનિયાની સામે દેશના જવાનોની માફી માંગવી જોઈએ. વિંગ કમાન્ડર ઇચ્છે છે કે નિર્માતાઓ તેમને લેખિત જવાબ આપે કે તેઓ ફરી ક્યારેય એરફોર્સના કર્મચારીઓના યુનિફોર્મનું અપમાન નહીં કરે.

300 કરોડની કમાણી કરનાર વર્ષની પ્રથમ હિન્દી ફિલ્મ બની FIGHTER 

ફિલ્મે રિલીઝના બારમા દિવસે સોમવારે માત્ર 3.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 178.60 કરોડ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે FIGHTER એ દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે અને હવે 12 માં દિવસે કલેક્શન 306.16 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો -- VARUN DHAWAN ની ફિલ્મ BABY JOHN ની વાર્તા શું છે ? કેવી રીતે પડયું ફિલ્મનું અનોખુ નામ..

Tags :
controversyDeepika PadukoneFighterHRITIK ROSHANkissing scenesid anandWING COMMANDER