Hanuman Jayanti 2025: ચીરંજીવી, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સે ફેન્સને પાઠવી શુભેચ્છાઓ
- ચીરંજીવીએ ફેન્સને પાઠવી Hanuman Jayantiની શુભકામનાઓ
- ચીરંજીવીએ પોતાની આગામી ફિલ્મ વિશ્વંભરા રામા રામાનું ગીત પણ શેર કર્યુ
- શિલ્પા શેટ્ટી અને ઈશા દેઓલે પણ Hanuman Jayantiની શુભકામનાઓ પાઠવી
Mumbai: ભક્તિ અને શક્તિના દેવતા એવા હનુમાનજીની જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. આ ઉજવણીમાં હીરો અને હીરોઈન પણ બાકાત નથી. મેગાસ્ટાર ચીરંજીવી, Shilpa Shetty, જેકી ભગનાની અને અન્ય સેલિબ્રિટીઓએ પોતાના ફેન્સ અને ફોલોઅર્સને શુભેચ્છાઓ પાઠવી છે.
Chiranjeeviએ હનુમાન જન્મજયંતિ પર ચાહકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ મેગાસ્ટારે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હાર્દિક શુભેચ્છાઓ શેર કરી અને લખ્યું કે, દરેકને Hanuman Jayantiની શુભકામનાઓ. આ પ્રસંગે Chiranjeeviએ પોતાની મચ અવેટેડ ફિલ્મ વિશ્વંભરા રામા રામામાંથી એક સિંગલ પણ શેર કર્યુ છે.
Shilpa Shettyએ Hanuman Jayantiના પવિત્ર પર્વે ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેણીએ ભગવાન હનુમાનનું એક આકર્ષક પોસ્ટર શેર કર્યું, જે શક્તિશાળી જાપ મંત્રથી શણગારેલું હતું.
Shilpa Shetty Hanuman Jayanti,
જેક્કી ભગનાનીએ પણ Hanuman Jayantiની શુભેચ્છા પાઠવતા ઈન્સ્ટાગ્રામ પર દિવ્ય સંગીત સાથેનું મોશન પોસ્ટર શેર કર્યુ.
નિમ્રત કૌરે પણ આ પ્રસંગે ઈન્સ્ટાગ્રામ પર હનુમાન ચાલીસાના પવિત્ર પંક્તિઓ શેર કરી, જેમાં દૈવી પોસ્ટર દર્શાવાયું છે.
એશા દેઓલે પણ Hanuman Jayantiની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભગવાન હનુમાનના દૈવી આશીર્વાદ તેમના બધા ચાહકો સુધી પહોંચે તેવી પ્રાર્થના કરી.
અભિનેત્રી એશા ગુપ્તાએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વિભાગ પર ભગવાન હનુમાનનું એક દૈવી પોસ્ટર શેર કરીનેHanuman Jayantiની ઉજવણી કરી, જેની સાથે બેકગ્રાઉ્ડમાં હનુમાન ચાલીસાની પંક્તિઓ ગુંજતી હતી.
આ પણ વાંચોઃ