ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

તૈયાર થઇ જાઓ દયાભાભીને એકવાર ફરી જોવા માટે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દી જ કરશે કમબેક

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેમની ફેવરિટ દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં કમબેક કરવા જઇ રહી છે. જીહા, શોના નિર્માતા અસિત મોદીએ પોતે આ...
10:49 AM Jul 31, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેમની ફેવરિટ દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં કમબેક કરવા જઇ રહી છે. જીહા, શોના નિર્માતા અસિત મોદીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. શોનો પ્રથમ એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયો હતો. આ શોએ ટીવી પર સફળતાપૂર્વક 15 વર્ષ પૂરા કર્યા છે જે એક મોટો સીમાચિહ્ન છે.

શો ના 15 વર્ષ થયા પૂર્ણ

6 વર્ષથી, ચાહકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મજબૂત પાત્ર દયાબેન ઉર્ફે દિશા વાકાનીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. દરરોજ એવા અહેવાલો આવે છે કે દિશા શોમાં પુનરાગમન કરી રહી છે, પરંતુ દરેક વખતે ચાહકો નિરાશ થયા છે, પરંતુ હવે સીરિયલના નિર્માતા અસિત મોદીએ દયાબેનની વાપસી અંગે મોટો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ દાવો કર્યો છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં વાપસી કરવા જઈ રહી છે. તો ચાલો જાણીએ તેમણે શું કહ્યું. શો ના 15 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અસિત મોદીએ ખુલાસો કર્યો કે દિશા વાકાણી શોમાં કમબેક કરી રહી છે. આનો અર્થ એ થયો કે લગભગ છ વર્ષ પછી, ચાહકોને ફરી એકવાર નાના પડદા પર દયાબેનની નિર્દોષતા અને નખરાં જોવા મળશે.

દયાબેનની શો માં થશે વાપસી : અસિત મોદી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈએ છે અને શોના 15 વર્ષ પૂરા થતાં શોના નિર્માતા અસિત મોદીએ ચાહકોને એક મોટી ભેટ આપી છે. મહત્વનું  છે કે, અસિત મોદીએ શોમાં દરેકની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે. એક ખાસ કાર્યક્રમમાં, શોની સુંદર સફરની રીકેપ બતાવવામાં આવી હતી, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે 'દયાબેન', જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે.

આ પણ વાંચો - પિંક ડ્રેસમાં Kiara Advani ની સુંદરતા જોઈ તમે પણ ચોંકી જશો, Video

આ પણ વાંચો - Urfi Javed ના કપડા જોઇ એક ભાભા બગડ્યા, કહ્યું- ભારતનું નામ કરી રહી છે ખરાબ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Asit ModiDayaBendayaben is backdayaben left taarak mehtadayabhabhiDisha VakaniEntertainment NewsTaarak Mehta Ka Ooltah ChashmahTMKOC