Funk Me Up : સલમાન અલી સાથે એક અદ્ભુત મ્યુઝિકલ ઇવેન્ટમાં જોડાવા માટે થઇ જાઓ તૈયાર
Funk Me Up : તૈયાર થઇ જાઓ એક ન ભૂલી શકાય તેવા અનુભવ માટે. કારણ કે, સ્ટોરીડેક પ્રસ્તુત કરે છે, "ફંક મી અપ" - એક અદભૂત સોશિયલ ઇવેન્ટ જે સંગીત, મસ્તી અને ઉત્સાહથી ભરેલી હશે. આ એક લાઈવ ઈવેન્ટ છે, જેમાં ત્રણ કલાક સુધી સતત મનોરંજન હશે.
ઇવેન્ટની હાઇલાઇટ્સ:
તારીખ અને સમય : આ ઇવેન્ટ સવારે 7:30 થી સવારે 10:30 વાગ્યા સુધી ચાલશે.
સ્થળ : કર્ણાવતી ક્લબ, અમદાવાદ.
સલમાન અલીનું લાઈવ પરફોર્મન્સ
આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ સલમાન અલીનું લાઈવ પરફોર્મન્સ હશે. ઇન્ડિયન આઇડલ સીઝન 10 ના વિજેતા સલમાન અલી તેના અદભૂત અવાજ માટે જાણીતા છે. ઈન્ડિયન આઈડલ સીઝન 10 ના વિજેતા, સલમાને તેના Soulful અવાજથી લાખો દિલ જીતી લીધા છે. તેમની લોકપ્રિય હિટ જેમ કે “સુઇ ધાગા”, “દબંગ 3”, “સેટેલાઇટ શંકર” અને બીજી ઘણી બધી ઇવેન્ટનો ઉત્સાહ વધારશે.
સંગીત, આનંદ અને ઇનામો
"ફંક મી અપ" માત્ર શાનદાર સંગીત જ નહીં આપે, પરંતુ તમને સંખ્યાબંધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક પણ મળશે. અહીં તમે મનોરંજક રમતોમાં ભાગ લઈને આકર્ષક ઇનામો પણ જીતી શકો છો.
કેમ આવશો અહીંયા?
જો તમે સંગીતના શોખીન છો.
જો તમે લાઈવ પરફોર્મન્સનો આનંદ માણવા ઈચ્છો છો.
જો તમે મિત્રો અને પરિવાર સાથે કેટલીક ખાસ ક્ષણો પસાર કરવા માંગતા હોવ.
યાદગાર સાંજ
આ ઇવેન્ટનો ભાગ બનીને તમે એક યાદગાર સાંજનો અનુભવ કરી શકો છો. તો, આ અદ્ભુત ઇવેન્ટમાં જોડાઓ અને તમારા મિત્રોને પણ આમંત્રિત કરો. "ફંક મી અપ" માં એકસાથે અનન્ય યાદો બનાવો! આ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે સાંજે 7:30 થી 10:30 દરમિયાન યોજાશે.
આ પણ વાંચો: Oscar 2025 માં પહોંચી કિરણ રાવની Laapataa Ladies, શું હવે આમિરનું સપનું થશે પૂરું?