Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIGHTER એ આપી સલમાન અને રણવીરની ફિલ્મોને માત, જાણો કેટલી રહી કમાણી ?

પઠાણ ફિલ્મના ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને હૃતિક રોશનની ફિલ્મ FIGHTER ગઇકાલે સિનેમા ઘરોમાં લાગી ચૂકી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર સહિત અન્ય સ્ટાર્સ છે. ફિલ્મ FIGHTER...
fighter એ આપી સલમાન અને રણવીરની ફિલ્મોને માત  જાણો કેટલી રહી કમાણી

પઠાણ ફિલ્મના ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને હૃતિક રોશનની ફિલ્મ FIGHTER ગઇકાલે સિનેમા ઘરોમાં લાગી ચૂકી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર સહિત અન્ય સ્ટાર્સ છે. ફિલ્મ FIGHTER માં ભારતીય વાયુસેનાના ગૌરવની સાથે દેશભક્તિ અને બલિદાનની ગાથા દર્શાવવામાં આવી છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

Advertisement

FIGHTER ફિલ્મને આવ્યાને બે દિવસ પૂરા થયા છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે પણ સારી કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 24 કરોડની કમાણી કરી હતી. ત્યારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. બીજા દિવસે 26 મી જાન્યુઆરીની રજા હોવાના કારણે ફિલ્મને તેનો ફાયદો થયો છે. ચાલો જાણીએ ફિલ્મે રિલીઝના બીજા દિવસે કેટલી કમાણી કરી?

Advertisement

બીજા દિવસે પણ FIGHTER ની ધૂમ કમાણી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ FIGHTER એ રિલીઝના બીજા દિવસે તમામ ભાષાઓમાં 39.00 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ આ ફિલ્મના પ્રારંભિક નંબરો છે અને તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી 61.5 કરોડ રૂપિયા થઈ જશે.

Advertisement

બીજા દિવસે આ ફિલ્મોને માત આપી

તમને જણાવી દઈએ કે બીજા દિવસે FIGHTER એ ચાર ફિલ્મોને માત આપી છે. આ યાદીમાં KISI KA BHAI KISI KI JAAN , ROCKY AUR RANI KI PREM KAHANI, SAM BAHADUR અને TEJAS નો સમાવેશ થાય છે. આ ચારેય ફિલ્મોએ તેમના બીજા દિવસે ખૂબ જ ઓછું કલેક્શન કર્યું હતું. મળતી માહિતી અનુસાર, KISI KA BHAI KISI KI JAAN એ બીજા દિવસે 25.75 કરોડ રૂપિયા, SAM BAHADUR 9 કરોડ રૂપિયા, TEJAS એ 1.30 કરોડ રૂપિયા અને ROCKY AUR RANI KI PREM KAHANI એ ' 16.05 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે ' FIGHTER એ 39.00 કરોડ રૂપિયાની કમાણી કરી.

ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ છે

ફિલ્મ FIGHTER માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય બીજા ઘણા સ્ટાર્સ છે, જેમણે શાનદાર કામ કર્યું છે. ફિલ્મમાં એક્શન અને રોમાન્સનું મિશ્રણ છે, જે દર્શકોને આકર્ષી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું છે અને નિર્માતાઓને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે, જેને ફિલ્મ પૂરી રીતે જીવી રહી હોય તેવું લાગે છે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ 'ફાઇટર'ની કમાણી ક્યાં અટકશે અને બોક્સ ઓફિસ પર કયા રેકોર્ડ સર્જશે?

આ પણ વાંચો -- શાહરુખ ખાન કે રણબીર કપૂર FilmFare માં કોણ મારશે બાજી ? વાંચો નોમિનેશનનું આખું લિસ્ટ

Tags :
Advertisement

.