Saif ali khan: લોહીથી લથપથ તૈમૂરનો હાથ પકડીને સૈફ હોસ્પિટલમાં આવ્યો હતો, ડોક્ટરે કહ્યું- તે રિયલ હીરો
- ICUમાંથી જનરલ રૂમમાં સૈફ અલી ખાનને શિફ્ટ કરાયો
- સૈફ અલી ખાન સંપૂર્ણ રીતે સ્વસ્થ છેઃ ડૉક્ટર
- પુત્ર તૈમુર સાથે હોસ્પિટલ પહોચ્યો હતો સૈફ અલી ખાન
સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ICUમાંથી જનરલ રૂમમાં સૈફ અલી ખાનને શિફ્ટ કરાયો છે. સૈફ અલી ખાન સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેમ ડોક્ટરોએ જણાવ્યું છે. તેમજ લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું સૈફ રિયલ હીરો છે. સૈફ અલી ખાન પુત્ર તૈમુર સાથે હોસ્પિટલ પહોચ્યો હતો. 2 MM વધુ ઊંડો ઘા થયો હોત તો તકલીફ વધી જાત. સૈફ અલી ખાનને ન્યૂરોલોજિકલી કોઈ તકલીફ નથી. તેમજ એક સપ્તાહ સુધી સૈફ અલી ખાને આરામ કરવો પડશે.
સર્જરી પછી સૈફની હાલતમાં સુધારો થયો
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. ઘરમાં ચોરી કરવા આવેલા વ્યક્તિ સાથે તેની ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારબાદ હુમલાખોરે સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. તેમને ગરદન અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી. સર્જરી પછી સૈફની હાલતમાં સુધારો થયો છે. તે ખતરામાંથી બહાર છે.
સૈફની તબિયત કેવી છે?
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ શુક્રવારે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન બહાર પાડ્યું છે. ડોક્ટરોએ કહ્યું કે જ્યારે સૈફ હોસ્પિટલમાં આવ્યો ત્યારે તે લોહીથી લથપથ હતો. પણ તે સિંહની જેમ ચાલતો હતો. સૈફ તેના 8 વર્ષના પુત્ર તૈમૂરને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. તેણે હીરોની જેમ કામ કર્યું છે. તે વાસ્તવિક જીવનનો હીરો છે. તેમની તબિયત હવે સારી છે. અભિનેતાને ICU માંથી ખાસ રૂમમાં ખસેડવામાં આવ્યા છે.
અત્યારે અમે ઈચ્છીએ છીએ કે તે આરામ કરે: ડોક્ટર
અત્યારે અમે ઈચ્છીએ છીએ કે તે આરામ કરે. અમે હમણાં જ તેમની તપાસ કરી છે. તેમની હાલત ઝડપથી સુધરી રહી છે. તે થોડુક ચાલ્યા પણ છે આ પછી તે ખૂબ જ ખુશ દેખાતા હતા. તેમના ઘા રૂઝાઈ રહ્યા છે. તેમને થોડો સમય આરામ કરવો પડશે. તેમને તેમની પીઠની ઇજાનું ધ્યાન રાખવાની જરૂર છે, નહીં તો ચેપનું જોખમ રહેલું છે. ચેપના ડરને કારણે, સૈફને મુલાકાતીઓથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે તેમજ અમે તેને 2-3 દિવસમાં રજા આપીશું. ડોક્ટરોએ સૈફને 1 અઠવાડિયા માટે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. તે અભિનેતાની રિકવરીથી સંતુષ્ટ છે. તેમનું કહેવું છે કે અભિનેતાને કોઈ ન્યુરોલોજીકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
આ પણ વાંચો: Saif ali khan પર હુમલાના કેસમાં મોટી કાર્યવાહી, એક સંદિગ્ધની અટકાયત