Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Emmy Awards 2024 ની કમાન કોમેડીનો શૂરવીર વીર દાસ સંભાળશે

હવે એક ભારતીય Emmy Awards Host કરશે સંગીત ક્ષેત્રે પણ Vir Das એ પોતાની કિસ્મત ચમકાવી છે વર્ષ 2023 માં Vir Das ને Emmy Awards સોંપવામાં આવ્યો Emmy Awards Host Vir Das : Deepika Padukone થી લઈને પ્રિયંકા ચોપરા...
emmy awards 2024 ની કમાન કોમેડીનો શૂરવીર વીર દાસ સંભાળશે
  • હવે એક ભારતીય Emmy Awards Host કરશે

  • સંગીત ક્ષેત્રે પણ Vir Das એ પોતાની કિસ્મત ચમકાવી છે

  • વર્ષ 2023 માં Vir Das ને Emmy Awards સોંપવામાં આવ્યો

Emmy Awards Host Vir Das : Deepika Padukone થી લઈને પ્રિયંકા ચોપરા સુધી તમામ બોલીવૂડની હસિનાઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી લઈ ઓસ્કોર પુરસ્કારના મંચ પર પોતાના જાદુ બતાવ્યો છે. તેની સાથે ભારતીય સિનેમાનું વિશ્વ સ્તરે નામ રોશન કર્યું છે. ત્યારે હવે, કોમેડિયન અને એક્ટર Vir Das એ દરેક ભારતીયોનું માથું ગર્વથી વધારે ઊંચું કર્યું છે. આ વખેત આયોજિત કરવામાં આવેલા Emmy Awards 2024 ને Vira Das હોસ્ટ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ Vir Das પ્રથમ ભારતીય કલાકાર છે જે, Emmy Awards Host કરશે.

Advertisement

હવે એક ભારતીય Emmy Awards Host કરશે

Vir Das એ Emmy Awards 2024 અંગે માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને આપી હતી. Vir Das એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, Emmy Awards Host કરનાર તે પ્રથમ ભારતીય વ્યક્તિ છે. તો International Emmy Awards નું આયોજન આ વર્ષે 25 નવેમ્બર 2024 ના રોજ કરવામાં આવ્યું છે. Vir Das એ કરેલી પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, તમારા સહકાર બદલ આભાર, હવે એક ભારતીય Emmy Awards Host કરશે. હું આ વર્ષે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, Emmy Awards 2024 ને હોસ્ટ કરવા માટે, મને તક આપવા માટે આભાર, હું ખુબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવું છું.

આ પણ વાંચો: Mangey Khan : રાજસ્થાની ગાયકનું 49 વર્ષની વયે અવસાન, Coke Studio થી મળી ઓળખ

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Vir Das (@virdas)

સંગીત ક્ષેત્રે પણ Vir Das એ પોતાની કિસ્મત ચમકાવી છે

Vir Das એ કોમેડી ઉપરાંત પ્રોડ્યુસર પણ છે. Vir Das ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા છે. તે ઉપરાંત Vir Das ને Netflix અને પ્રાઈમ વીડિયો પર આવેલા Jestination Unknown અભિનય કરતા જોવા મળ્યા છે. તેની સાથે સંગીત ક્ષેત્રે પણ Vir Das એ પોતાની કિસ્મત ચમકાવી છે. Vir Das એ અભિનય અને કોમેરી સહિત Alien Chutney ના ગ્રુપમાં મુખ્ય ગાયક તરીકે પણ જોડાયેલા છે. જોકે Vir Das એ મનોરંજન ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત કોમેડી ક્ષેત્રથી કરી હતી. Vir Das એ ભારત ઉપરાંત વિદેશના અનેક પ્રખ્યાત મંચ પર પોતાની કલાથી લોકોને મનમોહિત કર્યા છે.

Advertisement

વર્ષ 2023 માં Vir Das ને Emmy Awards સોંપવામાં આવ્યો

Vir Das એ ભારતીય ફિલ્મોમાં પણ પોતાના નસિબને અપનાવ્યો હતો. તેઓ ડેલ્હી બેલી, ગો ગોવા ગોન અને બદમાશ કંપની જેવી ફિલ્મોમાં દિગ્ગજ કલાકારો સાથે અભિનય કરતા જોવા મળ્યા હતાં. જોકે Vir Das ને વિશ્વ સ્તરે નામના Netflix પર આવેલા કોમેડી શોને કારણે મળી હતી. Netflix પર Vir Das ના બે ખાસ કોમેડી શો આવેલા છે. તે ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારના વિજેતા પણ Vir Das રહી ચૂક્યા છે. વર્ષ 2023 માં Vir Das ને Emmy Awards થી સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Malaika ના પિતાના મોતના કારણનો થયો ખુલાસો..

Tags :
Advertisement

.