Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED સમક્ષ હાજર થયો Elvish Yadav, 6 કલાક સુધી ચાલી પૂછપરછ...

Bigg Boss OTT - 2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ અને તેનાથી સંબંધિત નાણાકીય વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં થઈ હતી....
ed સમક્ષ હાજર થયો elvish yadav  6 કલાક સુધી ચાલી પૂછપરછ

Bigg Boss OTT - 2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ અને તેનાથી સંબંધિત નાણાકીય વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં થઈ હતી. તપાસ એજન્સીએ 8 જુલાઈના રોજ યુટ્યુબરને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે વિદેશમાં હોવાથી એલ્વિશે એક્સટેન્શન માંગ્યું હતું.

Advertisement

એલ્વિશ ED ના પ્રશ્નોને ટાળતો જોવા મળ્યો હતો...

સૂત્રોએ જણાવ્યું કે ED અધિકારીઓએ યુટ્યુબરની લગભગ 6 કલાક પૂછપરછ કરી. આ દરમિયાન એલ્વિશ યાદવ (Elvish Yadav) તપાસ એજન્સીના સવાલોને ટાળતા જોવા મળ્યા હતા. ED એ એલ્વિશ પાસેથી તેના ખાતાની વિગતો માંગી છે. કારણ કે તપાસ એજન્સીને વિદેશથી એલ્વિશના બેંક ખાતામાં પૈસા આવવાની શંકા છે. જો સૂત્રોનું માનીએ તો ED નોટિસ મોકલીને અલ્વીશને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકે છે.

Advertisement

મારે જે કહેવું હતું તે મેં પહેલેથી જ કહ્યું છે: એલ્વિશ

ED ઓફિસમાં પ્રવેશતા પહેલા એલવિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'મારે જે કહેવું હતું તે મેં પહેલાથી જ કહી દીધું છે, મને જે પૂછવામાં આવ્યું હતું તે મેં સબમિટ કરી દીધું છે.' હવે હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ જે મને પૂછવામાં આવશે.

Advertisement

જાણો શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ (Elvish Yadav)ની નોઈડા પોલીસે 17 માર્ચે ધરપકડ કરી હતી. યાદવ પર આરોપ છે કે તેણે આયોજિત પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં પોલીસે આ કેસમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આ આરોપોમાં સાપની દાણચોરી, ડ્રગ્સનો ઉપયોગ અને રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો સમાવેશ થાય છે.

એલ્વિશ યાદવ પર આ આરોપો લગાવવામાં આવ્યા છે...

કેન્દ્રીય એજન્સીએ મે મહિનામાં કેસ નોંધ્યો હતો અને યુપીના ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) જિલ્લામાં પોલીસ દ્વારા એલ્વિશ યાદવ (Elvish Yadav) અને સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR અને ચાર્જશીટની નોંધ લીધા પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આરોપો દાખલ કર્યા હતા. સૂત્રોનું માનીએ તો ED એ આ કેસના સંબંધમાં હરિયાણાના ગાયક રાહુલ યાદવ ઉર્ફે રાહુલ ફાઝિલપુરિયાની પણ પૂછપરછ કરી હતી. એલ્વિશ યાદવ (Elvish Yadav) સાથે રાહુલના સંબંધો હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : Rahat Fateh Ali Khan ના ધરપકડના સમાચાર Fake, વીડિયો શેર કરી સત્ય જણાવ્યું...

આ પણ વાંચો : Anil Ambani-ટીના મુનીમ સાથેની અનોખી પ્રેમ કહાની

આ પણ વાંચો : Sanjay Leela Bhansali-ફિલ્મોમાં નવું જ પરિમાણ લાવનાર ગરવો ગુજરાતી

Tags :
Advertisement

.