Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'SALMAN KHAN ના ઘરે શૂટિંગ માટે જાઓ ત્યારે હેલ્મેટ ન પહેરો અને સિગારેટ પીતા રહો' ANMOL BISHNOI એ આપ્યા હતા બેખોફ રહેવાના નિર્દેશ

બોલીવુડના પ્રખ્યાત કલાકાર સલામન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ આ વિષય સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈએ લીધી હતી....
 salman khan ના ઘરે શૂટિંગ માટે જાઓ ત્યારે હેલ્મેટ ન પહેરો અને સિગારેટ પીતા રહો  anmol bishnoi એ આપ્યા હતા બેખોફ રહેવાના નિર્દેશ

બોલીવુડના પ્રખ્યાત કલાકાર સલામન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ આ વિષય સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈએ લીધી હતી. સમગ્ર કેસ અંગે મુંબઈ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે આ કેસમાં નવી ચોંકાવનારી વિગત સામે આવી રહી છે. પોલીસની ચાર્જશીટમાં એ ખુલાસો થયો છે કે લોરેન્સ બિશ્નોઈના ભાઈ ANMOL BISHNOI એ શૂટરોને શું કહ્યું હતું. અનમોલ બિશ્નોઈએ શૂટર્સને નિર્ભય દેખાવા માટે કહ્યું હતું, અને તેમને હેલ્મેટ ન પહેરવા અને સિગારેટ પીવા કહ્યું હતું જેથી તેઓ આત્મવિશ્વાસમાં દેખાય. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

'શૂટિંગ માટે જાઓ ત્યારે હેલ્મેટ ન પહેરો અને સિગારેટ પીતા રહો' - ANMOL BISHNOI

Advertisement

Advertisement

સલમાન ખાનના ઘર GALAXY APARTMENT ની બહાર 14 એપ્રિલે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા સલમાનનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેના પરિવારને ANMOL BISHNOI થી ખતરો છે, તો બીજી તરફ, ઘટનાસ્થળે ગયેલા ANMOL BISHNOI અને શૂટર વિકી કુમાર ગુપ્તા વચ્ચે સિગ્નલ અપ દ્વારા વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ પણ ઉમેરવામાં આવી છે. વધુમાં અહી ચોંકાવનારી બાબત એમ છે કે, સલમાન ખાનના ઘરે શૂટિંગ થયું તે દિવસે અનમોલ બિશ્નોઈએ શૂટર્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યારે તમે શૂટિંગ માટે જાઓ ત્યારે હેલ્મેટ ન પહેરો અને સિગારેટ પીતા રહો જેથી તમે નીડર દેખાશો અને અનુભવો કે તમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છો. અનમોલ બિશ્નોઈએ શૂટરોને ખૂબ જ સમજી વિચારીને ગોળીઓ ચલાવવાની સૂચના આપી હતી. અડધી મિનિટ લાગી જાય તો પણ કોઈ વાંધો નથી. એક મિનીટ લાગે કે દોઢ મીનીટ થાય તેમાં કોઈ વાંધો નથી.

'જો તમે કેમેરાની સામે આવશો, તો તમે નિર્ભય દેખાશો' - ANMOL BISHNOI

લોરેન્સ બિશનોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કહ્યું હતું કે - ભાઈઓ ડરી જાય તે રીતે ગોળી ચલાવવાની હોય છે. ધૂમ્રપાન કરતી વખતે વાહન ચલાવો, જેથી જો તમે કેમેરાની સામે આવશો, તો તમે નિર્ભય દેખાશો. અહી નોંધનીય છે કે - પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે અનમોલ બિશ્નોઈ શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાના સતત સંપર્કમાં હતો. સલમાન ખાનના ઘર આગળ બનેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે - સલમાન ખાનના ઘર પર ફાયરિંગનું કાવતરું મુંબઈમાં મજબૂત પકડ અને વર્ચસ્વ મેળવવાના ઈરાદાથી ઘડવામાં આવ્યું હતું. સલમાન ખાન અને ગેંગસ્ટર વચ્ચેની લડાઈ આગળ જતાં કેવું સ્વરૂપ લે છે તે તો હવે જાણવું રહ્યું.

આ પણ વાંચો : Ek Duuje Ke Liye :કેવી રીતે સુપરફ્લોપમાંથી સુપરહિટ થઈ ગઈ

Tags :
Advertisement

.