એજાજ ખાને ગર્લફ્રેંન્ડ પવિત્રા પુનિયા પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું? અભિનેતાએ પોતે કરી સ્પષ્ટતા
- એઝાઝ ખાન તમામ ધર્મોની ઇજ્જત કરનાર વ્યક્તિ છે
- પવિત્રા પોતે પણ એવું કોઇ દબાણ નહી હોવાની સ્પષ્ટતા કરી ચુકી છે
- બંન્નેના સંબંધમાં ધર્મ ક્યારેય મોટું પરિબળ ન રહ્યો હોવાની પણ સ્પષ્ટતા
Eijaz Khan On Break Up With Pavitra Punia : પવિત્રા પુનિયાએ એજાજ ખાન સાથે બ્રેકઅપ કર્યા બાદ એવા સમાચારો સામે આવ્યા કે અભિનેતા તેનો ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો. જો કે પવિત્રાએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે, એઝાઝ સાથે બ્રેકઅપ માટે ધર્મ જવાબદાર નથી. તેમ છતા એઝાઝ પર એવા આરોપ લાગી રહ્યા છે કે તે પવિત્રાનો ધર્મ બદલવા માંગતા હતા. આ આરોપો અંગે એજાજ ખાને હવે ચુપકીદી તોડી છે.
એજાજ ખાન દ્વારા બહાર પડાયું નિવેદન
એજાજ ખાનના સ્પોક પર્સને એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી કે, કેટલાક લોકો એજાજના પિતાને ફોન કરી રહ્યા હતા કે તેમનો પુત્ર પવિત્રાને ઇસ્લામ અંગિકાર કરવા માટે દબાણ કરી રહ્યો હતો. સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, એજાજ ખાન એક એવા પરિવારમાંથી છે જ્યાં તમામ ધર્મોની પુજા કરવામાં આવે છે અને તમામ ધર્મના લોકો રહે છે.
આ પણ વાંચો : જીવલેણ પાર્સલ! મહિલાએ ઓનલાઇન વસ્તુ મંગાવી અને બોક્સમાંથી નીકળ્યો મૃતદેહ
સંબંધમાં ધર્મ ક્યારેય ફેક્ટર નહોતો
સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું કે, અભિનેતા જેમને ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી વધારે સમય વિતાવ્યો છે, તમામ તહેવાર અને તમામ ધર્મોને મનાવે છે. આ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સ્પષ્ટ છે. આ પ્રકારના અંગત દાવા માત્ર અને માત્ર એક અભિનેતાના અંગત જીવન પર અસર કરે પરંતુ તેના પ્રોફેશનલ જીવન પર પણ અસર પડી શકે છે. એજાજ એક પવિત્રાના સંબંધો અંગે તેના પિતા ખુબ જ ખુશ હતા. તેમના સંબંધો ધર્મ પર આધારિત નહોતા પરંતુ હવે જ્યારે તેઓ અલગ થઇ ચુક્યા છે ત્યારે આ એક મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
બ્રેકઅપ માટે ધર્મ ક્યારેય મોટુ કારણ નહોતો
સ્ટેટમેન્ટમાં પવિત્રા પુનિયાના નિવેદનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું કે, ઇન્ટરવ્યુમાં પવિત્રાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, તેમના બ્રેકઅપ માટે ધર્મ ક્યારેય મોટુ કારણ રહ્યો નહોતો. તેણે પોતાના સંબંધની શરૂઆતમાં જ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેઓ ધર્મ પરિવર્તન નહીં કરે. હવે માત્ર કંન્વર્ઝન વાળા હિસ્સાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, બાકી તમામ હટાવી દેવાયું છે.
પવિત્રા સાથે દિવાળી અને ગણેશચતુર્થી પણ બનાવતા હતા એજાજ
નિવેદનમાં સ્પષ્ટ જણાવાયું કે, જ્યારે એજાજ ખાન અને પવિત્રા પુનિયા રિલેશનમાં હતા તો અભિનેતા દિવાળી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો પણ ઉજવતા હતા. એટલું જ નહીં એજાજ પોતાના પ્રોજેક્ટ માટે આશીર્વાદ લેવા માટે તિરુપતિ બાલાજી અને સિદ્ધિવિનાયક મંદિરમાં પણ જઇ ચુક્યા છે.
આ પણ વાંચો : જંગલમાં બિનવારસી ઉભેલી ગાડીમાંથી મળ્યા 15 કરોડ રોકડા, 55 કિલો સોનું