L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!
- L&T ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમના નિવેદન બાદ વિવાદ! (Deepika Padukone)
- કર્મચારીઓને સપ્તાહમાં 90 કલાક કામ કરવા અંગે આપ્યું હતું નિવેદન
- બોલિવૂડ અભિનેત્રી Deepika Padukone એ ઠાલવ્યો રોષ!
દેશમાં જાણીતી લાર્સન એન્ડ ટર્બો કંપનીનાં (Larsen &Turbo) ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમે (SN Subrahmanyan) કર્મચારીઓનાં કામનાં સમય અંગે એક એવું નિવેદન આપ્યું છે જે બાદ ઘણો વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે, કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ, ત્યારબાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. જો કે, આ અંગે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) પણ નારાજગી વ્યક્ત કરી હતી. અભિનેત્રીએ પોસ્ટ કરીને માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વપૂર્ણ જણાવ્યું હતું.
આ પણ વાંચો - અઠવાડીયામાં 90 કલાક કામ કરો, મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત
દીપિકા પાદુકોણે પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પત્રકાર ફેય ડિસોઝાની પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે, "આટલા ઊંચા પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા આવું નિવેદન આપવું ખૂબ જ આશ્ચર્યજનક છે." આ પોસ્ટમાં તેમણે #mentalhealthmatters હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. આ હેશટેગ દ્વારા દીપિકા એ કહેવા માંગે છે કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો - આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા
કર્મચારીઓનાં કામનાં કલાકો અંગે હોબાળો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સુબ્રમણ્યમે કામનાં કલાકો અંગે ઘણી એવી વાતો કહી છે જે વિવાદાસ્પદ બની શકે છે. એસ.એન. સુબ્રમણ્યમ તે વીડિયોમાં કહી રહ્યા છે કે તેમને દુઃખ છે કે તેઓ રવિવારે લોકોને કામ પર નથી બોલાવી શકતા. તેમણે કહ્યું હતું કે, "મને દુઃખ છે કે હું તમને રવિવારે કામ પર નથી બોલાવી શકતો. જો હું તમને રવિવારે કામ કરાવી શકું, તો મને વધુ આનંદ થાત કારણ કે હું પોતે પણ રવિવારે કામ કરું છું." તેમણે આગળ કહ્યું કે, "તમે ઘરે રહીને પોતાની પત્નીને ક્યાં સુધી જોયા કરશો, ઘરે ઓછા અને કાર્યાલયમાં વધારે સમય વિતાવો."
આ પણ વાંચો - ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય