'CHANDU CHAMPION' કમાણીના મામલે પણ CHAMPION?
CHANDU CHAMPION BOX OFFICE COLLECTION : કબીર ખાનના ડાઇરેક્શન હેઠળ બનેલી કાર્તિક આર્યનની ફિલ્મ CHANDU CHAMPION આખરે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કબીર ખાન અને કાર્તિક આર્યન પ્રથમ વખત એકસાથે કામ કરી રહ્યા છે. એટલે માટે સૌને આ ફિલ્મથી ખૂબ જ આશા હતી. ફિલ્મના રિવ્યૂઝ જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ આ બાબતે લોકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મ સાથે કબીર ખાન અને કાર્તિક આર્યન જેવા મોટા નામ જોડાયેલ હોય ત્યારે તે ફિલ્મની કમાણી ઉપર સૌની નજર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના પછી રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મોમાં CHANDU CHAMPION નું ઓપનિંગ ડે કલેક્શન અત્યાર સુધીનું સૌથી ઓછું છે. જોકે બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.
ત્રણ દિવસમાં ફિલ્મની કમાણી આટલી રહી
ફિલ્મે તેના પ્રથમ દિવસે 4 કરોડ 75 લાખની કમાણી કરી હતી. બીજા દિવસની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજા દિવસે ફિલ્મે 16.75 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 21.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આવનારા સમયમાં આ ફિલ્મ આનાથી વધુ કમાણી કરી શકે તેવી આશા છે. આ ફિલ્મને હાલ HORROR COMEDY ફિલ્મ MUNJYA સિનેમાઘરોમાં ટક્કર આપી રહી છે.
ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાની વાર્તા એટલે CHANDU CHAMPION
CHANDU CHAMPION ફિલ્મ વિશે વાત કરીએ તો આ એક બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનએ ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી છે. કાર્તિક આર્યન ઉપરાંત, ફિલ્મમાં ભુવન અરોરા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અનિરુદ્ધ દવે, વિજય રાઝ, પલક લાલવાણી અને ભાગ્યશ્રી બોરસે પણ છે.
આ પણ વાંચો : Aamir Khan Video: આમિર ખાનની પુત્રીએ લગ્નનો વીડિયો શેર કરી Father’s day પર લાગણી વ્યક્ત કરી