BLOCKBUSTER : ANIMAL ફિલ્મે ભારતમાં 500 કરોડની કમાણી કરી સર્જ્યો ઇતિહાસ
'ANIMAL' ફિલ્મના રિલીઝને 17 દિવસ થઈ ગયા છે અને રણબીર કપૂર અને બોબી દેઓલની આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર તાબડતોડ કમાણી કરતા ભારતમાં 500 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે 17 દિવસમાં આ વિક્રમ સર્જ્યો છે.
#Animal remains invictus at the Box Office🪓🔥
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep… https://t.co/Pa5unxpQtz pic.twitter.com/Pn4S9G8Roe
— Animal The Film (@AnimalTheFilm) December 17, 2023
'ANIMAL' એ 500 કરોડનો આંકડો પાર કર્યો
Box Office: Mega Blockbuster Animal Hits 500 Crore India Net In All Versions; Crosses 450 Crores In Hindi Alone#AnimalBoxOffice https://t.co/HW6lBS6drT
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 17, 2023
Sacnilk.com ના અહેવાલ મુજબ, રણબીર કપૂરની 'ANIMAL' એ તેની રિલીઝના 17માં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં લગભગ 14.68 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મના અંદાજિત આંકડા છે. સત્તાવાર આંકડા આવ્યા બાદ થોડો ફેરફાર થઈ શકે છે. આ સાથે 'ANIMAL'નું કુલ કલેક્શન 512.62 કરોડ રૂપિયા થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં હિન્દી ભાષામાં જ અત્યાર સુધી ફિલ્મે 450 કરોડની કમાણી કરી છે અને અન્ય 50 કરોડ બાકીની ભાષાઓમાંથી ફિલ્મે કમાયા છે.
આ પણ વાંચો -- Kho Gaye Hum Kahan : ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચી નવ્યા નવેલી, સિદ્ધાંત સાથેના અફેરના સમાચારે જોર પકડ્યું