Bigg Boss 18 : ઈશા અને અવિનાશની તૂટી દોસ્તી! જુઓ આ Video
- ઈશા અને અવિનાશના સંબંધમાં તણાવ
- ટાઈમ ગોડ બન્યા બાદ ઈશા-અવિનાશ વચ્ચે ફાઈટ
- બિગ બોસ 18: મિત્રતામાં તિરાડનું કારણ શું?
- રાશન ટાસ્કથી શરૂ થયેલો ઈશા-અવિનાશનો વિવાદ
- ઈશાના નિર્ણયો પર અવિનાશના મતભેદ
- ઈશા અને અવિનાશની દોસ્તી પર પ્રશ્નચિહ્ન
- બિગ બોસમાં ટાસ્કને કારણે તણાવ
- ટાઈમ ગોડની ભૂમિકા બની તણાવનું કારણ
Bigg Boss 18 : Bigg Boss 18 માં છેલ્લા ઘણા દિવસોથી ડ્રામા જોવા મળી રહ્યો છે. ઘરની સૌથી રોમેન્ટિક જોડી કહેવાતી ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા (Eisha Singh and Avinash Mishra) ને તમે હંમેશા પ્રેમથી એકબીજા સાથે વાત કરતા જોયા હશે. પણ ઈશા સિંહના Time God બન્યા બાદથી તેમના સંબંધમાં તિરાડ પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ઈશા જ્યારે Time God બની હતી ત્યારે તેણે અવિનાશ અને વિવિયન પાસેથી ખૂબ કામ કરાવ્યું હતું. દરમિયાન અવિનાશ અને વિવિયન (Avinash and Vivian) એમ કહેતા જોવા મળે છે કે તેમણે તેને Time God બનાવીને ભૂલ કરી છે. જોકે, આ તેઓ મજાકમાં વાત કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલા પ્રોમોમાં ઈશા અને અવિનાશ વચ્ચે ફાઈટ જોવા મળી રહી છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ આ આર્ટિકલમાં...
અવિનાશ અને ઈશાના સંબંધમાં ખટાશ
બિગ બોસની આ સિઝનની શરૂઆતથી જ ઈશા અને અવિનાશ વચ્ચે મિત્રતા ખાસ રહી છે. પરંતુ ઈશાના Time God બનતા ઘરમાં કઇંક એવું બની રહ્યું છે કે, તેના પોતાના ખાસ મિત્ર અવિનાશ સાથે સંબંધમાં ખટાશ આવવા લાગી છે. મળતી માહિતી અનુસાર, આ પૂરી વાતની જડ એક ટાસ્ક છે, જેમા ઘરમાં રાશનના વિતરણને લઇને વિવાદ ઉભો થયો છે. ટાસ્કમાં ઈશા Time God હોવાના કારણે વધુ અધિકાર ધરાવતી હતી. ઈશાનું માનવું હતું કે તે કોઈ રીતે બધા માટે યોગ્ય નિર્ણય લઈ શકે. પરંતુ આ ટાસ્ક દરમિયાન અવિનાશ દિગ્વિજયને વધુ રાશન આપી દે છે, જેને લઈને ઈશા ગુસ્સે થઇ જાય છે. ઈશા કહે છે, "હું Time God છું, તમે મને નહીં કહો કે શું સાચું છે અને શું ખોટું. ઈશા કહે છે કે અમારી પાસે બધો ખોરાક હતો, તમે તેને કેમ આપ્યો." આ ઘટના બાદ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. અવિનાશે આ માટે ઈશાને જવાબ આપતાં કહ્યું કે, ઈશા હવે તું મને પરેશાન કરે છે. જેના પર ઈશા કહે છે કે તમે આજે તેની તરફેણ કરી છે. જ્યારે અવિનાશ આનો જવાબ આપી રહ્યો છે, ત્યારે ઈશા સિંહ ઉભી થઈને ત્યાંથી નીકળી જાય છે.
Promo - Eisha vs Avi ( Asliyat dheere dheere saamne aa rhi)
Elimination Task - Aditi Eliminated
=> #Biggboss18 || #Biggboss || #BB18
=> [ #KaranVeerMehra || #VivianDsena || #ChahatPandey || #DigvijayRathee || #RajatDalal || #AvinashMishra ]
— iTV Spicy (@iTv_Spicy) November 28, 2024
મિત્રતામાં તિરાડનું મુખ્ય કારણ
મિત્રતામાં તિરાડનું મુખ્ય કારણ રાશન ટાસ્ક સાથે સંકળાયેલી ઈશાની નિરાશા અને અવિનાશના નિર્ણયોને લઈને રહેલા મતભેદ છે. ઈશા માને છે કે તે Time God તરીકે વધુ પ્રભાવશાળી નિર્ણય લઈ શકી હોત, પરંતુ તેને એવો અનુભવ થયો કે અવિનાશે તેની ભૂમિકા અને અધિકારને માન્યતા આપી ન હોતી. 'બિગ બોસ' ના ઘરમાં સતત બદલાતા સંબંધો અને ટાસ્કના દબાણ વચ્ચે મિત્રતાની કસોટી સામાન્ય બાબત છે. ઈશા અને અવિનાશની દોસ્તી શરૂઆતથી મજબૂત હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં બંને વચ્ચેનું વૈચારિક તણાવ તેમના સંબંધ પર કેટલી અસર કરશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: Bigg Boss 18 : નવા ટાઈમ ગોડે વિવિયન અને અવિનાશને કામે લગાડ્યા